મોરબીના ઉમીયાનગરમાં બાળાનું મોત થતા અંગદાન કરી સામાજીક સંદેશો અપાયો

14 September 2018 02:28 PM
Morbi
  • મોરબીના ઉમીયાનગરમાં બાળાનું મોત થતા
અંગદાન કરી સામાજીક સંદેશો અપાયો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.14
મોરબીના ટંકારા તાલુકાના ઉમીયાનગર ગામે રહેતા મનોજભાઈ ઘેટીયાની દોઢ વર્ષની દિકરી રીયોના રક્ષાબંધનના દિવસે જ ભાઈની કલાઈએ રક્ષાની દોર બાંધે તે પૂર્વે જ રમતા રમતા પડી ગઈ હતી. ગંભીર ઈજાઓ થવાથી રીયોનાને સારવારમાં ખસેડાતા તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. તેથી તેણીના માતા બીનાબેન અને પિતા મનોજભાઈએ રીયોનાના મામા કૌશીક જીવાણી તથા રમેશભાઈ વિગેરે આ વાત કરીને બાળાના અંગોનું દાન કરવા સમજાવ્યા હતા. તેથી માતા પિતા સહમત થતા ડો. સંકલ્પ વણજારા ડો. દિવ્યેશ વિરોજા તથા ડો. ઘનશ્યામ ધુસાણીના સહયોગથી રીયોનાની કિડની આઈકેડીઆરસીમાં ડોનેટ કરાય હતી. જયારે રીયોનાની બંને આંખોથી રાજકોટના બે દર્દીઓને આંખોની રોશની આપી તેના જીવનમાં સૂર્યોદય પાથરવાનું કામ ઘેટીયા પરીવારે કરીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો. જો અંગદાન પ્રત્યે સામાજીક ક્રાંતિ આવે તો અનેક જરૂરીયાતમંદોને જીવનમાં અજવાળુ પથરાય તેમ છે.


Advertisement