મોરબીના પીપળી ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

14 September 2018 02:27 PM
Morbi
  • મોરબીના પીપળી ગામે જુગાર
રમતા ચાર શખ્સો ઝડપાયા

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.14
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરીને જુગાર રમી રહેલા ચાર જુગારીની 16950ની રોકડ સાથે ધરપકડ કરી હતી.
મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શીવપાર્ક સોસાયટીમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે રેડ કરીને જગદિશભાઇ હરજીભાઇ હરીપરા, ગણપતસિંહ રામભા ઝાલા, રમેશભાઇ ઓધવજીભાઇ કાવર, રમણભાઇ માણેકભાઇ પાનસુરીયા, રહે.પી5ળી ગામ શિવ પાર્ક વાળાની 16950ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી.


Advertisement