વઢવાણ યુનિ.ની ચોરીમાં તસ્કરોનાં પહેરવેશ પરથી તપાસનો ધમધમાટ

14 September 2018 02:24 PM
Surendaranagar
  • વઢવાણ યુનિ.ની ચોરીમાં તસ્કરોનાં પહેરવેશ પરથી તપાસનો ધમધમાટ

કોલ ડિટેઇલ, કોલેજના લોકો તેમજ શકમંદોના નિવેદનો લેવાશે

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.14
વઢવાણમાં આવેલી સી.યુ.શાહ યુનિવર્સિટીને તસ્કરોએ નિશાન બનાવીને એકાઉન્ટ વિભાગમાં પીએચડી અને ટેબલેટની ફિના રૂ. 2.75 લાખ ભરેલી આખી તીજોરી સાથે ચોરીની ઘટના બનતા પોલીસમાં દોડધામ મચી હતી. આ બનાવમાં સીસીટીવી તોડી છતા કેમેરામાં કેદ થયેલા તસ્કરોનાં પહેરવેશ ઉપર પોલીસે તપાસ હાથધરી છે.
વઢવાણ-કોઠારીયા રોડ પરના સી.યુ.શાહ યુનિવર્સિટીનું બિલ્ડીંગના ટેકનિકલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિપ્લોમાં સ્ટડીઝમાં બિલ્ડીંગના બારણા તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં એકાઉન્ટ વિભાગમાં રાખેલી આખી તીજોરી ઉપાડીને બાજુનાં ખેતરમાં લઇ જઇને તોડી પીએસ.ડી.ના નવા એડિમિશન અને સરકાર દ્વારા ફાળવામાં આવતા ટેલબલેટ મેળવવા માટેની ફી સહિત રૂ. 2.75 લાખ રોકડાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ચોરીના આ બનાવની મનીષકુમાર જયંતિલાલ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં સીસીટીવી કેમેરા તોડવા છતા કેટલાંક મહત્વના ગોઠવેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થઇ ગયા હતા.આ અંગે તપાસકર્તા પીએસઆઈ એચ.આર.જેઠ્ઠીએ જણાવ્યું કે, સીસી ટીવી કેમેરામાં ત્રણ જણાના ચહેરાઓ સ્પષ્ટ દેખાતા નથી. તેમ છતા ચોરી કરવા આવેલા લોકોનાં પહેરવેશના આધારે સહદેવસિંહ પરમાર, જગદીશભાઈ સિંધવ, મગનલાલ રાઠોડ સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંતકોલેજની આજુબાજુ રહેલા મોબાઇલ ટાવરોથી કોલડિટેઇલની, કોલેજના લોકોના નિવેદનો તેમજ શકમંદોના પૂછપરછ, એફએસએલ, ફિન્ગરપ્રીન્ટ સહિતની ટીમો દ્વારા કાર્યવાહી ચાલુ છે.


Advertisement