સુરેન્દ્રનગર સોનાપુર રોડનાં શૌચાલયમાં અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત

14 September 2018 02:24 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સોનાપુર રોડનાં શૌચાલયમાં અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત
  • સુરેન્દ્રનગર સોનાપુર રોડનાં શૌચાલયમાં અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત

Advertisement

સુરેન્દ્રનગર શહેરના સોનાપુર રોડ ઉપર અાવેલા મહિલા અને પુરૂષોનંદ શૌચાલય ગંદકીથી ખદબતી રહ્યુ છે. અા શૌચલાયોમાં સદતંર સાફ સફાઈનો અભાવ હોવા અંગેની રજુઅાત મહેતા મારકેટના વેપારીઅો દ્રારા કરવામાં અાવી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં હટાણુ કરવા માટે અાવતા બહારગામના રુ વેપારીઅો અને સુરેન્દ્રનગર મહેતા મારકેટમાં વ્યવસાય કરી રહેલા વેપારીઅો સુરેન્દ્રનગરના અા સોનાપુર રોડ ઉપર અાવેલા શૌચાલયમાં યુરીનિયલ અને શૌચક્રીયા કરવા માટે જતા હોય છે. ત્યારે, અા સોનાપુર રોડ ઉપર અાવેલા અા શૌચાલયની હાલત બદતર બની ગઈ છે. અા શૌચાલયમાં ખાળકુવા ઉભરાઈ રહ્યા છે. શૌચાલયમાં ખાસ કરીને મહિલાઅોમાં શૌચાલયમાં બારણા ન હોવાના કારણે લુખ્ખા અાવારા તત્વોનો ભય રહેલો છે. અા યુરીનિયલ શૌચાલયમાં દારૂની ખાલી બોટલો દેશી દારૂની કોથળીઅો બહાર કચરાના ઢગલા હોવાના કારણે વેપારીઅો અા પ્રજાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેન્ટસના ટોયલેટ અાગળ વાહનોને પણ ખડકલો કરવામાં અાવે છે. મહિલાઅોના શૌચાલય અા સુરક્ષિત હોવાના કારણે અઘટીત ઘટના પણ કયારેક બની શકે તેવો પણ ભય હાલ વેપારીઅો દ્રારા વ્યકત કરવામાં અાવ્યો છે. ત્યારે તાત્કાલીક અસરે નગરપાલિકા ઘ્યાન અાપી રુ વ્યવસ્થિત કરાવવા લોકમાંગ ઉઠવા પામેલ છે. (તસ્વીરરુઅહેવાલ : ફારૂક ચૌહાણ, વઢવાણ)


Advertisement