મોરબીના આમરણ ગામના પ્રેસ પ્રતિનિધિને સોશ્યલ મીડિયામાં ગાળો ભાંડવામાં આવી

14 September 2018 02:23 PM
Morbi

પોલીસમાં પગલા લેવા લેખીત રજુઆત પણ પરિણામ શૂન્ય

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.14
મોરબી તાલુકાના આમરણ ગામે દાવલસાવાસમાં રહેતા અને ‘સાંજ સમાચાર’ સહિતના અખબારી એજન્ટ એવા શબ્બીરમીંયા બાવામીંયા બુખારીએ મોરબી તાલુકા પોલીસમાં લેખીત ફરિયાદ આપી છે જો કે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી...સબ્બીરમીંયા બુખારીના જણાવ્યા પ્રમાણે તેઓ અસીબ અપના અપના નામના વોટસએપ ગ્રુપમાં છે તે ગ્રુપમાં મોબાઇલ નંબર 76004 16954 પરથી તેઓને અપમાનીત કરતુ લખાણ અને અપશબ્દો મોકલી એમદમીંયા બુખારી સહિત પ4 લોકો ગ્રુપમાં છે. તેઓએ મોસીન અને ઇમરાન વિરૂઘ્ધ આઇપીસી કલમ 323, 324, 325, 504, પ06(2) તથા 114 મુજબ ગુનો નોંધવા ગત તા.8/9ના રોજ રજુઆત કરેલ છે. વધુમાં શબ્બીરમીંયાએ જણાવ્યા મુજબ તા.7ની રાત્રીને તેઓ ઇંટો તથા પથ્થર અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. પણ ધમકીઓ આપી હતી તેથી ઇમરાન અને મોસીન વિરૂઘ્ધ બુખારીએ તા.8ના રોજ તાલુકા પોલીસમાં અરજી આપી હોવા છતાં હજુ સુધી કોઇ પગલા પોલીસ દ્વારા લેવાયા નથી તેવો તેઓએ આક્ષેપ કર્યો છે.
મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠકના મહિલા સદસ્યા ફાતમાબેન કાદરભાઇનો ફોટો વાયરલ થયા બાદ માથાકુટ શરૂ થઇ હોવાનું પણ રજુઆતમાં જણાવવામાં આવેલ છે. પોલીસ ઘટના પગલા લે તેવી ભોગ બનનાર શબ્બીરમીંયાએ માંગ કરેલ છે.


Advertisement