અહિસા જૈન ધમૅનો પાયો છે; તો ક્ષમા અે ધમૅનુ શિખર છે

14 September 2018 02:22 PM
Surendaranagar

હજારો જૈન બંધુઅોઅે ભુલોનો સ્વીકાર કરી ક્ષમા યાચના કરી: સુરેન્દ્રનગરમાં ધામિૅક વાતાવરણમાં સંવત્સરી ઉજવાઈ

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૪ સુરેન્દ્રનગર જિલ્લામાં જૈન ધમૅના મેદાન અને પવિત્ર અેવા પયુૅષણ પવૅની ભકિતભાવ સાથે જૈનભાઈઅો બહેનોઅે ઉજવણી કરી હતી. સંવત્સરી દિવસે યોજાયેલા મુાીઅોના વ્યાખ્યાનમાં અહિસાઅે જૈન ધમૅનો પાયો છે તો ક્ષમાઅે ધમૅનુ શીખર હોવાનુ કહી અહિસા અને ક્ષમા પર ભાર મુકાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનાં જિનાલયોમાં સંવત્સરીનો પવિત્ર દિવસે સવારથી જ જૈન મુનીઅો દ્રારા યોજાયેલા વ્યાખ્યાનોમાં હજારો જૈનભાઈઅો બહેનોઅે ભાગ લીધો હતો. ક્ષમાના અાજના દિવસે વેરભાવ ભુલી અેકબીજાને ક્ષમા અાપી પાવન થવાની ભાવના વ્યકત કરી હતી. માફ કરી દેવાની મન અને ìદય હલકુ થઈ જાય છે અાથી જ મિચ્છામી દુક્કડમ કહી જૈનોઅે ક્ષમાયાચન કરી હતી. જયારે સાંજના સમય મહાપ્રતિક્રમણમાં ૮૪ લાખ જીવોને ખમાવવામા ંઅાવ્યા હતા. સુરેન્દ્રનગર શહેરમાં અાવેલા મુખ્ય દેરાસરોમાં સંવત્સરી પવૅ નિમિતે ભકતામ્બર સ્તોત્રમાં પાઠ વ્યાખ્યાન નવકાર મંત્રના જાપ અાલોયણા સહિતની; ધમૅ અારાધનામાં જૈનો ઉમટી પડયા હતા. તેમજ મહિલા મંડળોઅે સાધનોની રમઝટ બોલાવી હતી. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત લીબડી, થાન, ચોટીલા, હળવદ સહિતના શહેરોમાં જૈનો દ્રારા ભકતીભાવ પૂવૅક સંવત્સરીની ઉજવણી કરવામાં અાવી હતી. તેમજ જિનાલયોમાં ભગવાનને વિવિધ અંગરચના કરવામાં અાવી હતી. જેનો દશૅન કરવાનો લાભ મોટી સંખ્યામાં જૈન શ્રાવકોઅે લીધો હતો.


Advertisement