જુનાગઢ હનીટ્રેપ કાવત્રામાં પુત્રને ફસાવનાર પિતા સહિત 12 જામીન મુકત

14 September 2018 02:19 PM
Junagadh

કાથરોટા ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા

Advertisement

જુનાગઢ તા.14
વેરાવળના શ્રીજીનગરમાં રહેતા યુવાને 13 વર્ષ પહેલા તેમની પત્નિને કાઢી મુકેલ હાલ પુત્ર અને દિકરી સાથે જુનાગઢ રહે છે. પતિ સામેનો કેસ પરત ખેંચી લેવા પુત્ર સામે સગા બાપે ષડયંત્ર રચ્યુ હતું. ષડયંત્ર પાર પડે તે પહેલા રોમીયો સ્કવોર્ડે એક યુવતી સહિત પાંચને પકડી લીધા હતા. જેની પુત્ર એ પિતા સામે સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી. જો કે ગત તમામ આરોપી જામીન પર છુટી ગયાનું જાણવા મળેલ છે. કુલ 13 સામે ફરીયાદ નોંધાઈ છે. જુનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતા જય માવધીયા જે બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે 13 વર્ષ પહેલા પિતા રાજેન્દ્ર વીરજી માવધીયા ઠે. વેરાવળ વાળાને માતા કીર્તીબેનને ઘરમાંથી કાઢી મુકેલ હાલ કીર્તીબેન પુત્ર જય અને પુત્રી સુરભી જુનાગઢ ઝાંઝરડા રોડ પર રહે છે જેમાં જમીન મકાન મિલ્કતનો કેશ ચાલુ છે. જે કેસમાં સમાધાન કરવા ષડયંત્ર રચી કેશ પાછો ખેંચી લેવાનું કાવત્રુ કરી મુકેશ ભીખા સોનારીયા અવાર નવાર ઘરે સમાધાન માટે આવતો હોય સમાધાનમાં ફોટા જરૂરી હોય તેમ કહી ફોટો પાડી લીધો હતો બાદ જયને બળાત્કાર અને છેતરપીંડી કેસમાં ફીટ કરવા એક યુવતી અને 6 શખ્સોને કામ સોંપતા જેની ગંધ આવી જતા રોમીયો સ્કવોર્ડને જાણ કરાતા પોલીસે તમામને પકડી લીધા હતા. ષડયંત્રમાં શશીકુંજ પાસેથી ઝડપાયેલાઓમાં રેશ્મા ઉર્ફે સોનુ પાલા સમા, અલ્તાફ હુસેન પડાયા, સદામ હુસેન પલેજા, ફીરોઝ દાઉદ ઠેબા, નશાન જબરખાન બ્લોચ, અને કાસમ તૈયબને દબોચી લઈ પૂછપરછમાં પોપટ બની તેમને આ કામ રાજેન્દ્રએ સોંપ્યુ હતું તે માટે વરજાંગ ઉર્ફે અલીનાથા સોપડા, મુકેશ ભીખા સોનારીયા, કીશન મનસુખ વાઘેલા, યોગેશ બાબુ વાઘેલાને રૂા.1 લાખ આપવાના હોય તે વેરાવળથી લાવ્યા હતા. આ ચારેયને પોલીસે દબોચી લીધા હતા. કુલ 13 સામે ફરીયાદ નોંધાઈ હતી. જો કે મોડી રાત્રીના રૂા.1 લાખ સહીત આરોપીઓને જામીન પર છોડી મુકવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
જુનાગઢથી 10 કીમી દુર કાથરોટા ગામે જાહેરમાં જુગટુ ખેલાતા હોવાની બાતમીના આધારે એલસીબી અને તાલુકા સર્કલ પોલીસે રેડ કરતા આરોપી દિનેશ દામજી , સંજય પરસોતમ રાદડીયા, પ્રેમજી પારળીયા અશ્ર્વીન મેઘજી કાવરીયા, કીરીટ જમનાદાસ સીદપરા, યોગેશ કાનજી વઘાસીયા, અતુલ ગોબર ડાવરીયા અને વીજેશ મગન પોકીયાને રોકડ રૂા.70,990 સાત મો.સા. રૂા.1,55,000 6 મોબાઈલ 9000 મળી કુલ રૂા.2,34,990 સાથે દબોચી લીધા હતા.


Advertisement