મલેશીયા ખાતેની એશીયા પેસિફીક રમતમાં જુનાગઢના વડીલો ઝળહળ્યા

14 September 2018 02:18 PM
Junagadh

સિલ્વર-બોન્ઝ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યુ

Advertisement

જુનાગઢ તા.14
તાજેતરમાં મલેશીયા ખાતે યોજાયેલ એશીયા પેસીફીક રમતમાં જુનાગઢના 78-79 વર્ષના વડીલોએ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ દેખાડી સિલ્વર બ્રોન્ઝ મેડલ મેળવી દેશને ગૌરવ અપાવ્યુ હતું. ગત તા.7 સપ્ટેમ્બરના એશીયા પેસીફીક માસ્ટર્સ ગેમ્સના પ્રારંભ થયો છે જેમાં જુનાગઢના વિનુભા જાડેજા (ઉ.79)એ ચક્રફેંકમાં બ્રોન્ઝ મેડલ જયારે હીરાલક્ષ્મીબેનએ 5 કી.મી.ની ચાલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યુવાનોને શરમાવે તેવો ઉજજવળ દેખાવ કર્યો છે. મોટી ઉંમરે પણ તંદુરસ્તીનું ઉદાહરણ પુરૂ પાડયું છે.


Advertisement