ઈન્દોરમાં ડો. સૈયદના સાહેબ સાથે વડાપ્રધાનની મુલાકાત: સઘન સુરક્ષા

14 September 2018 02:15 PM
Jasdan Gujarat
  • ઈન્દોરમાં ડો. સૈયદના સાહેબ સાથે વડાપ્રધાનની મુલાકાત: સઘન સુરક્ષા
  • ઈન્દોરમાં ડો. સૈયદના સાહેબ સાથે વડાપ્રધાનની મુલાકાત: સઘન સુરક્ષા

સ્પીકર સુમિત્રા મહાજન, મુખ્યમંત્રી શિવરાજ પાટીલની ઉપસ્થિતિ

Advertisement

(હિતેષ ગોસાઈ) જસદણ તા. ૧૪ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઅે ઈન્દોરમાં કરબલાની બલિદાનગાથા (વાઅેઝ) કરનારા વ્હોરા સમાજના સવોૅચ્ચ ધમૅગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબની મુલાકાતે અાવ્યાં તે પૂવેૅ સવારથી જ તમામ સુરક્ષા અેજન્સીઅોને જબરજસ્ત કિલ્લાબંધી કરી. જમૅન બનાવટના અધતન કેમેરા સાથે નજર રાખી હતી. વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩ માં દાઈ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અાલીકદર મુફદલભાઈ સાહેબ સૈફૂદીન (ત.ઉ.શ) હાલ ઈન્દોરમાં વાઅેઝ માટે પધારેલ છે. અને તેમની વાઅેઝનો અાજે શુક્રવારે ત્રીજાે દિવસ છે. સવારે અેરપોટૅથી સૈફીનગર સુધીના તમામ રોડ રસ્તા અને ગલીઅોમાં વિવિધ કેટેગરીના ચાર હજાર જવાનો અા ઉપરાંત ડો. સૈયદના સાહેબની અંગત સીકયુરીટી ગાડૅના ત્રણ હજાર લોકો વચ્ચે સુરક્ષાને જડબેસલાક રહી હતી. વડાપ્રધાન મોદી અેરપોટૅથી સીધા, સૈફીનગર મસ્જિદે જઈ સૈયદના સાહેબની ધમૅવાણી સાંભળી હતી. અને વડાપ્રધાનઅે પણ ટુુંકુ પણ પ્રભાવશાળી ભાષણ અાપ્યું હતું. ત્યારબાદ તેઅો દિલ્હી રવાના થયાં હતાં. વડાપ્રધાનની સાથે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન મુખ્યમંત્રી શીવરાજસિંહ પાટીલ અને રાજયપાલ અને ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી અાનંદીબેન પટેલ હાજર રહ્યા હતાં.


Advertisement