માંગરોળ શ્રોફ શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન

14 September 2018 02:10 PM
Junagadh
  • માંગરોળ શ્રોફ શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન

Advertisement

માંગરોળ સી.સી.શ્રોફ વિવિધલક્ષી વિનય મંદિર-શારદાગ્રામના શ્રેણી 6થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા ઈકોકલબની સહાભ્યાસિક પ્રવૃતિ અંતર્ગત શ્રી કામનાથ મહાદેવ મંદિર પરિસર-માંગરોળ મુકામે સ્વચ્છતા અભિયાનનું આયોજન થયેલું. જેમાં વિદ્યાર્થીઓએ શ્રાવણી અમાસના લોકમેળા બાદ થયેલી ગંદકી, કચરો તથા પ્લાસ્ટિકનો કૂડો એકત્રિત કરી તેને સળગાવી યોગ્ય રીતે નિકાલ કરેલો. આ શ્રમયગ્નમાં વિદ્યાર્થીઓ સાથે ગુરૂજનો પણ જોડાયા અને સફાઈ કરી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ નિયામક ભાવિનભાઈ ભટ્ટ, આચાર્ય જે.પી.રૂપારેલિયા, એલ.એચ.પરમાર, કે.એલ.ભાદરકા, જી.એચ.વઘેરા, એચ.એમ.બજાણિયા, આર.કે.જોષી, પી.વી.બોસમિયા, એન.ડી.પંડયા, એમ.જી.મકવાણા, કે.કે.બલદાણિયા, એમ.જી.વેકરીયા અને આઈ.સી.પટેલ તથા સૌ કર્મચારીઓને અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.


Advertisement