પ્રભાસ પાટણમાંથી પોણા લાખના દાગીના સાથે આરોપી ઝડપાતા પુછપરછ

14 September 2018 02:06 PM
Veraval
  • પ્રભાસ પાટણમાંથી પોણા લાખના
દાગીના સાથે આરોપી ઝડપાતા પુછપરછ

Advertisement

વેરાવળ તા.14
પ્રભાસ પાટણ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ભીડીયા ખાતે રહેતા શખ્સને રૂા.75,800 ના સોનાના દાગીના સાથે શંકપડતી હાલતમાં 122 સી મુજબ અટક કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
પ્રભાસ પાટણ સર્વેલન્સ ટીમના હે.કો. સલીમભાઇ હાજીભાઇ, પો.કો. કુલદીપસીંહ, દીપકભાઇ, દ્યનશ્યામભાઇ, વિપુલભાઇ, ભાવેશભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે વખતે રામરાખ ચોક વિસ્તારમાં અગાઉ અનેક ચોરીમાં પકડાયેલ ભીડીયા ખાતે રહેતો હિતેષ સોમાભાઇ બામણીયા ને શંકાના આઘારે રોકાવી તલાસી લેતા તેને પહેરેલ પેન્ટની અંદરથી (1) પોકર ચેન જેવું વજન 13180 કીં.રૂા.28,700, (2) સોનાનો ચેન કીં.રૂા.16, 100 (3) સોનાની હાથમાં પહેરવાની લકકી કીં.રૂા.16,200 (4) સોનાનું હીરા જડીત ઓમ ત્રીશુલ કીં.રૂા.3800 મળી કુલ રૂા.75,800 નો મુદામાલ મળી આવેલ અને આ મુદામાલ અંગે બીલ, આઘાર રજૂ કરેલ નહીં અને અગાઉ વાહન ચોરી, દ્યરફોડી સહીતના ગુન્હામાં ઝડપાયેલ હોય તેથી તેને સી.આર.પી.સી. 41 (1) ડી મુજબ અટક કરી વઘુ તપાસ હે.કો. સલીમભાઇ હાજીભાઇ એ હાથ ઘરેલ છે.


Advertisement