અમરેલી પટેલ સંકુલમાં તેજસ્વી તારલાઓનું સન્માન

14 September 2018 02:05 PM
Amreli
Advertisement

પટેલ સંકુલમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા અગિયારમો તેજસ્વી તારલાઓ તેમજ સમાજની ગૌરવંતી પ્રતિભાઓનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમના દિપ પ્રાગ્ટય અગ્રણી મનુભાઇ કાકડીયા, ઉદ્યોગપતિ અશોકભાઇ ગજેરા, ગોરધનભાઇ અકબરી, ભકિતરામબાપુ, લવજી બાપુ તેમજ લેઉવા પટેલ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય અઘ્યક્ષ વકતા ઘનશ્યામભાઇ લાખાણી તેમજ કનુભાઇ કરકરે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શૈક્ષણિક સંગઠન તેમજ એકતાની ભાવના રૂપે વકતવ્ય આપેલ. ઉદઘોષક તરીકે હરેશ બાવીશીએ કરેલ. આભારવિધિ સંજય રામાણીએ કરેલ હતી. (તસવીર : મિલાપ રૂપારેલ)


Advertisement