જુનાગઢ કૃષિ યુનિ.ના ખાનગીકરણનો વિરોધ

14 September 2018 02:04 PM
Junagadh
  • જુનાગઢ કૃષિ યુનિ.ના ખાનગીકરણનો વિરોધ

વિદ્યાર્થીઓનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ

Advertisement

જુનાગઢ તા.14
જુનાગઢ મોતીબાગ સ્થિત કૃષિ યુનિવર્સિટીના બીજા ગેઈટ ખાતે ગત તા.10-9-18થી જુનાગઢ તેમજ ગુજરાતની ચારેય યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ બહેનો ગાંધી ચીંધ્યા રાહે આંદોલન ચલાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની માંગણી મુજબ કર્ણાટક, તામીલનાડુ, હરિયાણામાં રાજય સરકારે પસાર કરીને કૃષિ કોસીંસની ખાનગી કોલેજોને ત્યાં બંધ કરી દીધેલ છે. તેવી રીતે વિદ્યાર્થીઓની રાજય સરકાર પાસે એવી માંગણી છે કે ખરડો કરીને ગુજરાતમાં પણ કૃષિનું ખાનગીકરણ અટકાવે જે માંગણીઓના અનુસંધાને મહામંત્રી પુનિત શર્મા સહિતના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને કૃષિમાં ખાનગીકરણને લઈને તેમની સાથે શુર પુરાવ્યો હતો. વિદ્યાર્થીઓની સાચી વાત રાજય સરકારમાં પહોંચાડવા અને રાજયના કૃષિમંત્રી તથા કૃષિમંત્રીને વિદ્યાર્થીઓને સાથષ રાખી રજુઆત કરવાની ખાત્રી આપતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.


Advertisement