માંડવીના બીચ પર 12 ફૂટ ઉંચા અને 22 ફૂટ પહોળા ‘સમુદ્ર કે રાજા’નું સ્થાપન

14 September 2018 02:02 PM
kutch
  • માંડવીના બીચ પર 12 ફૂટ ઉંચા અને
22 ફૂટ પહોળા ‘સમુદ્ર કે રાજા’નું સ્થાપન

ગણેશ મહોત્સવ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Advertisement

ભૂજ તા.14
ગણેશોત્સવના શુભારંભ થવાની સાથે મહારાષ્ટ્ર-મુંબઈની જેમ હવે કચ્છમાં શેરીએ શેરીએ ગણેશોત્સવના આયોજન થઈ રહ્યાં છે. ત્યારે, બંદરીય માંડવીના સમુદ્રતટે છેલ્લાં છ વર્ષથી બિરાજતાં ‘સમુદ્ર કે રાજા’નું ગણેશચતુર્થીના દિવસે ભાવભર્યું સ્થાપન કરવામાં આવ્યું છે. 12 ફૂટ ઊંચાઈ અને 22 ફૂટ પહોળાઈ ધરાવતાં વિઘ્નહર્તાનું સર્જન અને વિસર્જન માંડવી તટે જ કરવામાં છે. સમુદ્ર તટની રેતીમાંથી રેત શિલ્પકાર અનિલભાઈ જોશીએ ગજાનનની પ્રતિમાને ઘડી છે.
ગણેશચતુર્થીથી લઈ પાંચ દિવસ સુધી માંડવી બીચ પર દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રક્તદાન શિબિર, ઘોડદોડ-ઊંટદોડ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગણેશોત્સવના આયોજક હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાંચમા દિવસે સમુદ્રના પાણીનો અભિષેક કરી પ્રતિમાનું સમુદ્રતટે જ વિસર્જન કરવામાં આવશે. પાછલાં છ વર્ષોથી યોજાતો આ ગણેશોત્સવ માંડવી ઉપરાંત બીચ પર ફરવા આવતાં સહેલાણીઓમાં પણ આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બને છે.


Advertisement