અમદાવાદમાં અેન્ટ્રી અોપરેટરના ૬૦૦ કરોડના વ્યવહારનો પદાૅફાશ

14 September 2018 02:02 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં અેન્ટ્રી અોપરેટરના ૬૦૦ કરોડના વ્યવહારનો પદાૅફાશ

બિલ્ડર લોબીનું કનેકશન : અેક ડેવલપરને ઈન્કમટેકસનું સમન્સ : હજુ નવા ખુલાસા થવાની અાશંકા

Advertisement

રાજકોટ, તા. ૧૪ અમદાવાદમાં અાવકવેરા ખાતાઅે હાથ ધરેલા દરોડા અોપરેશનમાં નવા ચોંકાવનારા ખુલાસા થતા રહ્યા છે. ૬૦૦ કરોડના અેન્ટ્રી વ્યવહારોનો પદાૅફાશ થવા સાથે બિલ્ડર લોબીનું કનેકશન ખુલ્યુ છે અને અેકથી વધુ બિલ્ડરોને સમન્સ પણ પાઠવવામાં અાવ્યા છે. અાવકવેરા વિભાગ દ્વારા સોમવારે અેન્ટ્રી અોપરેટર તરીકે કાયૅરત જીજ્ઞેશ શાહ તથા સંજય શાહના નિવાસ સહિત છ સ્થળોઅે દરોડા અોપરેશન હાથ ધરવામાં અાવ્યું હતું અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ૧૯.૩ કરોડની રોકડ પકડી પાડવામાં અાવી હતી. ઉપરાંત ઢગલાબંધ દસ્તાવેજોરુડાયરી કબ્જે લેવામાં અાવી હતી. ઈન્કમટેકસ દ્વારા હવે જપ્ત સાહિત્યની ચકાસણી હાથ ધરવામાં અાવી છે અને તેમાં નવા ખુલાસા થવા લાગ્યા છે. અાવકવેરા ખાતાના અેક સીનીયર અધિકારીઅે કહયું કે ડાયરીની તપાસમાં ૬૦૦ કરોડની અેન્ટ્રી મળી છે. શાહબંધુઅો દ્વારા દરરોજ પ૦ અેન્ટ્રીઅો કરવામાં અાવતી હતી. કાળુ નાણુ ધરાવતા લોકોના જંગી નાણા શેરબજારમાં ઠલવતા હતા. અેન્ટ્રી મારફત તે કાયદેસરના બનાવીને કમીશન મેળવતા હતા. શાહ બંધૂઅોના સાહિત્યની તપાસ દરમ્યાન વષોૅના રેકડૅ મળી અાવ્યા છે. તેઅો સાત વષૅથી અેન્ટ્રી પાડવાનું કામ કરતા હતા. દર મહિને સરેરાશ ૧પ૦૦ અેન્ટ્રી કરતા હતા. ડાયરીના મૂલ્યાંકનમાં જ ૬૦૦ કરોડના વ્યવહારો મળી અાવ્યા છે. અન્ય દસ્તાવેજો કોમ્પ્યુટર હાડૅડિસ્કની ચકાસણીમાં વધુ ખુલાસા થવાની અાશંકા વ્યકત કરવામાં અાવી રહી છે. સુત્રોઅે કહયું કે અબજો રૂપિયાના કાળા નાણાના વ્યવહારો પકડાવાની શકયતા છે. બિલ્ડરરુશેરબ્રોકરોનું કનેકશન ખુલવાની પણ શકયતા છે. બિલ્ડરો સાથેના અેન્ટ્રી વ્યવહારો બહાર અાવ્યા જ છે અને અેક બિલ્ડરને તો સમન્સ પણ પાઠવવામાં અાવ્યું છે. હજુ નવા ધડાકા થવાની શકયતા છે.


Advertisement