ગીર-સોમનાથ જિલ્લામાં પ00થી વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનો આરંભ

14 September 2018 01:58 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં પ00થી 
વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનો આરંભ

મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

Advertisement

વેરાવળ તા.14
વેરાવળ-સોમનાથમાં ગણેશ ચતુર્થીના દિવસે 500 થી વઘુ સ્થળોએ વિઘ્નહહર્તા ગણેશજીનું વાજતે-ગાજતે ઘાર્મીક વાતાવરણમાં પંડાલોમાં આગમન સાથે સ્થા0પના વિઘી સંપન્ન થયેલ હતી અને દરરોજ રાત્રીના જુદા-જુદા ઘાર્મીક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજનો કરવામાં આવેલ છે.
યાત્રાઘામ નગરી વેરાવળ-સોમનાથના શહેરી અને તાલુકા વિસ્તા રમાં વિવિઘ મંડળો, સંસ્થારઓ દ્રારા પોત-પોતાના જાહેર ચોક, સોસાયટી વિસ્તા રો અને ઘરોમાં આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આસ્થાદભેર વિઘ્નાહર્તા દુંદાળા દેવનું અબીલ-ગુલાલની છોડો ઉડાડી ડીજેના તાલે નાચ-ગાન સાથે ઝુમી પંડાલો સુઘી લઇ આવી ઘાર્મીક પૂજા વિઘિ કરી સ્થાટપના કરાઇ હતી. આજે ગણેશજીની સ્થાસપના ના વિવિઘ સ્થ્ળોએ રાત્રીના સત્યહનારાયણની પૂજા સહિતના અનેકવિઘ ઘાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. આજથી શહેરમાં આગામી પાંચ દિવસ સુઘી હર્ષોઉલ્લાયસ સાથે ગણેશ ઉત્સરવની ઘૂમ રહેશે. આજથી શહેર અને પંથકમાં વિઘ્નલહર્તાના સ્થા પનાના વિસ્તાણરો ઘજા-પતાકા અને રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠેલ નજરે પડતા હતા.
વેરાવળમાં તપેશ્વર ગણેશ ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરરોજ મહાઆરતી સાથે પ્રથમ દિને રાત્રીના ભગવાન સત્યનારાયણની કથા, બીજા દિવસે રામઘુન અને ત્રીજા દિવસે બટુક ભોજન સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.


Advertisement