ચોરવાડમાં ચાર છોટા હાથી દ્વારા ઘરે-ઘરેથી કચરા એકત્રીકરણ શરૂ થયું

14 September 2018 01:57 PM
Veraval
  • ચોરવાડમાં ચાર છોટા હાથી દ્વારા
ઘરે-ઘરેથી કચરા એકત્રીકરણ શરૂ થયું

ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાના હસ્તે પ્રસ્થાન

Advertisement

વેરાવળ તા.14
ચોરવાડ ખાતે ગણેશ ચતુર્થીના દિને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાર છોટા હાથી વાહન ને સોમનાથના ધારાસભ્ય તથા ચોરવાડ નગરપાલિકાના સભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાના હસ્તે લીમડા ચોકથી લીલી ઝંડી આપવામાં આવેલ હતી.
ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વના દિવસે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા લીમડાચોક ખાતેથી નવા ચાર છોટા હાથી વાહનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સૂકો ભીનો કચરો તેમજ લોકોને આજે સ્થાવર જે કચરો તેમજ આજુબાજુના વિસ્તારમાથી આવા સૂકા ભીના કચરાના નાશ માટે અને સ્વચ્છતા જળવાઇ રહે તથા ગંદકી દૂર થાય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી ગણેશ ચતુર્થીના દિને ચોરવાડની જનતાના લોક ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવેલ હતું.
આ છોટાહાથી દ્વારા સૂકો ભીનો કચરો એકત્રિત થઈ શકે અને ડોર ટુ ડોર કલેક્શનની પ્રક્રિયા ઝડપી બને તેમજ આવનારા દિવસોમાં શહેર સ્વચ્છ, રળિયામણું અને નિરોગી રહે તે નગરપાલિકાના પદાઘિકારીઓ હંમેશા પ્રયત્નશીલ રહેનાર છે. આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ વિરાભાઈ વાઢેર, અશ્વિનભાઈ પંડીત, વાલજીભાઇ ચુડાસમા, જીવાભાઇ ચાવડા, હિતેષભાઇ ચુડાસમા, હીરાભાઈ વાઢેર, હિતેષભાઇ ચાવડા, આગેવાનોમાં હરદાસભાઇ પંડીત, જીવાભાઇ ચુડાસમા, બચુભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, રામજીભાઇ સેવરા, નરેશભાઇ વાજા, લખમભાઇ સેવરા, ભીખાભાઇ ચુડાસમા, પરબતભાઇ પંડીત, સુભાષબાપુ તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Advertisement