વડા પ્રધાનને પોરબંદરની બથૅરુડે ગિફટ: ૯૦૦ ચો.ફૂટનો સ્કેચ તૈયાર કરાશે

14 September 2018 01:54 PM
Porbandar
  • વડા પ્રધાનને પોરબંદરની બથૅરુડે ગિફટ: ૯૦૦ ચો.ફૂટનો સ્કેચ તૈયાર કરાશે

Advertisement

પોરબંદર તા. ૧૪ મહાત્મા ગાંધીના જન્મસ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ બથૅરુડે ગિફટ તૈયાર છે. નરેન્દ્ર મોદી વિચારમંચના સભ્યો ૯૦૦ ચોરસ ફૂટનો વડાપ્રધાનનો સ્કેચ પેકેજિંગમાં વપરાતા બબલ રેપ શીર પર દોરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો ૧૬ સપ્ટેમ્બરે જન્મદિવસ છે. અેની પૂવૅસંઘ્યાઅે અા સ્કેચ અહીની પ્રખ્યાત ચોપાટી ખાતે મૂકવામાં અાવશે. માકૅર પેનનો ઉપયોગ કરે બબલ રેપ અાટૅ બનાવવામાં અાવી છે. નરેન્દ્ર મોદી વિચારમંચ સામાજિક સેવાના ઉદેશથી રચાયેલું બિનરાજકીય સંગઠન હોવાનો દાવો કરે છે. ૩૦૦।૩૦ ફૂટનું અાટૅવકૅ મ્યુનિસીપાલિટીની મંજૂરી સાથે ચોપાટી પર મૂકવામાં અાવશે. સંસ્થાના પોરબંદર જિલ્લાના અઘ્યક્ષ કિરીટ રાજપરાઅે જણાવ્યું હતું કે વડાપ્રધાન જન્મદિને અમે કશુંક નવું કરવા માગતા હતા. થોડા દિવસો પહેલાં અમને સ્કેચ બનાવવાનો વિચાર અાવ્યો. અમારા સભ્યોઅે બબલ અાટૅ સિઘ્ધી દજૅ કરાવવા ઈન્ડિયા બુક અોફ રેકોડૅસ, સિક્કા બુક અોફ રેકોડૅસ જેવા સંગઠનોનો સંપકૅ સાઘ્યો છે. જયેશ હિરાજમાં અેકલા હાથે અાટૅવકૅ કરી રહ્યા છે. તેમણે ૩૧ કલાકમાં બેઝિક પેઈન્ટિંગ પૂરું કયુઁ છે.


Advertisement