ધોરાજીની બાલકૃષ્ણ કિડઝ વર્લ્ડ સ્કૂલમાં ગણપતિ મહોત્સવની ઉજવણી

14 September 2018 01:53 PM
Dhoraji
  • ધોરાજીની બાલકૃષ્ણ કિડઝ વર્લ્ડ સ્કૂલમાં ગણપતિ મહોત્સવની ઉજવણી

પુજા-અર્ચના અને આરતીના કાર્યક્રમો યોજાયા

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.14
ધોરાજીની બાલકૃષ્ણ કિડઝ વર્લ્ડ સ્કૂલ ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામીનારાયણ ગુરૂકુળ (ફરેણી) સંચાલીત ધોરાજીની બાલકૃષ્ણ કિડઝ વર્લ્ડ સ્કૂલ ખાતે ગણેશ મહોત્સવમાં નાના નાના વિદ્યાર્થીઓ દ્વારા પૂજા-અર્ચના અને આરતીના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
જેમાં વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરાયું હતું. આ તકે બાલકૃષ્ણ કિડઝ વર્લ્ડના પ્રિન્સીપાલ પૂજાબેન ગૌસ્વામીએ બાળકોને માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.


Advertisement