ભાવનગરમાં પણ લીલારુસુકા ગાંજા સાથે અારોપી ઝડપાતા પોલીસ ચોંકી

14 September 2018 12:59 PM
Bhavnagar

રાજકોટ બાદ ભાવનગરથી ર૬ હજારનો જથ્થો મળી અાવતા પુછપરછ અાદરતી પોલીસ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૪ ભાવનગરમાંથી પોલીસે ર૬ હજારની કિંમતનાં ગાંજા સાથે અેક શખ્સને ઝડપી લીધો છે. મળતી વિગતો મુજબ ભાવનગર ડીરુડીવીઝન પોલીસ અને અેસ.અો.જી.ની ટીમે પુવૅ બાતમીને અાઘારે શહેરનાં બોરતળાવ મફતનગર નજીક રહેતા રામજી ઉફૅ રામદાસ જેસીંગભાઈ પરમારને ત્યાં દરોડો પાડી સુકો ગાંજો ર૯૦ ગ્રામ તથા પ કિલો ૬૦૦ ગ્રામ લીબો ગાંજો મળી કુલ રૂા. ર૬પ૦૦ની કિંમતનાં ગાંજાનો જથ્થો કબ્જે કરી રામજીની ધરપકડ કરી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી હતી. સ્ટુડીયોમાંથી પપ હજારની ચોરી ભાવનગર શહેરનાં અાખલોલ જકાતનાકા પાસે અાવેલ ભુખી કોમ્પલેક્ષમાં અાવેલા ધમૅેન્દ્ર અોમપરી ગોસ્વામીની માલીકીના સ્ટુડીયોમાં રાત્રીનાં સમયે ત્રાટકી તસ્કરોઅે શટરના તાળા તોડી અંદર પ્રવેશી બે કેમેરા અને પ હજાર રોકડા મળી કુલ રૂા. પપ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. અા અંગે ડીરુડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement