ઘોઘારુદહેજ રોરુરો ફેરી સવિૅસ ફરી રરમીથી શરૂ કરાશે : જહાજ અાપ્યું

14 September 2018 12:56 PM
Bhavnagar
  • ઘોઘારુદહેજ રોરુરો ફેરી સવિૅસ ફરી રરમીથી શરૂ કરાશે : જહાજ અાપ્યું

પેસેન્જરરુવાહનોને લઈ જતું પ્રથમ કોરિયાનું સીમ્ફની જહાજ દ્વારા ફેરી સવિૅસ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. ૧૪ ઘોઘારુદહેજ રોરુરો ફેરી સવિૅસ તા. રર સપ્ટેમ્બરથી શરૂ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ રોરુરો ફેરી સવિૅસ અાગામી તા. રર સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ર૦૧પમાં કોરીયા ખાતે ૪૦૦૦ ટનનું બનેલું સેમ્ફોની નામનું અા જહાજ હવે પેસેન્જર અને વાહનો સાથેનું ખરા અથૅમાં રોરુરો ફેર સવિૅસમાં ૬૦ ટ્રક, ૩પ બસ સાથે પરપ જેટલા મુસાફરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ અાવરુજા કરી શકશે. ભાવનગરથી દહેજ વચ્ચે રોડ અંતર છ કલાકથી પણ વધુ છે પરંતુ દરિયાઈ માગેૅ અા અંતર ઘટી જાય છે. રોરુરો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈક જશે. રોરુરો ફેરીમાં ગુડઝની સાથે સાથે પ્રવાસીઅો માટે ત્રણ પ્રકારનાં કલાસ રાખવામાં અાવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ, અેકિઝકયુટીવ કલાસ, ઈકોનોમી કલાસનો સમાવેશ થાય છે. ઘોઘાથી દહેજ વચ્ચેનું ૩ર નોટીમાઈલનું અંતર અા જહાજ માત્ર અેક કલાકમાં જ પુરૂ કરશે. જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે.


Advertisement