મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈનું નિધન: શોકનું મોજુ

14 September 2018 12:47 PM
Bhavnagar
  • મંત્રી વિભાવરીબેન દવેના પતિ
વિજયભાઈનું નિધન: શોકનું મોજુ

અંતિમયાત્રામાં મંત્રી, મેયર ભાજપ હોદેદારો, આગેવાનો જોડાયા

Advertisement

ભાવનગર: ભાવનગરનાં ધારાસભ્ય અને રાજયના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું નિધન થતા બ્રહ્મ સમાજ અને ભાજપમાં શોકનું મોજુ ફેલાયું છે. આજે શુક્રવારે સવારે ભાવનગર સ્થિત તેમનાં નિવાસસ્થાનેથી સ્વ. વિજયભાઈની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગરના મેયર, શહેર પ્રમુખ સહિત સંગઠનનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
મંત્રી વિભાવરીબેન દવેના પતિ કલાર્ક, એલ.આઈ.સી. એજન્ટથી લઈ ક્ધસ્ટ્રકશનનું કામ કરતા હતા. વિજયભાઈ દવે છેલ્લા સમયથી મગજની બિમારી લઈને મુશ્કેલીમાં હતા અને ભાવનગર અને અમદાવાદ હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી હતી. ગઈકાલે સાંજના સુમારે ગાંધીનગર ખાતે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમયે તેમના પત્ની વિભાવરીબેન દવે, પુત્ર જાબાલ હાજર હતા.
સ્વ. વિજયભાઈ દવેની અંતિમયાત્રા આજે સવારે 9 વાગે ભાવનગર સ્થિત તેમના નિવાસસ્થાન 129 સાગવાડી કાળીયાબીડ ખાતેથી નીકળી હતી. જેમાં રાજયનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મેયર સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.


Advertisement