ગોંડલમાં પંચનાથ ગૃપ દ્વારા ગણપતિનું સ્થાપન

14 September 2018 12:43 PM
Gondal

આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન

Advertisement

ગોંડલ તા.14
ગોંડલમાં કોર્પોરેશન બેંક પાસે પંચનાથ ગૃપ દ્વારા પંચનાથ કા રાજા ગણપતિનું પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ શહેરમાં વિવિધ જગ્યાએ ગૃપ મંડળો દ્વારા વાજતે ગાજતે ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના કરીને નવ દિવસ સુધી અલગ અલગ પ્રોગ્રામ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે પંચનાથ ગૃપ દ્વારા પ્રથમ વખત પંચનાથ કા રાજા ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરી છે. ત્રણ દિવસથી સ્થાપનામાં પંચનાથ ગૃપના કિશોરભાઈ પાટડીયા, હરેશભાઈ ગુજરાતી, તુલશીભાઈ અડવાણી, હિરેન સોની, જયેશભાઈ, પરેશભાઈ સહિતનાએ જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ જગ્યાએ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પંચનાથ વિસ્તારમાં પણ પ્રથમ વખત આયોજન કરેલ છે. ત્રણ દિવસની સ્થાપનામાં બાળકો માટે અલગ અલગ પ્રોગ્રામ તેમજ સવાર સાંજ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરેલ છે.


Advertisement