સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

14 September 2018 11:57 AM
Saurashtra
Advertisement

ગોંડલ સ્ટેશનથી મૃતદેહ મળ્યો
ગોંડલ રેલ્વે સ્ટેશન મુસાફર ખાનામાંથી અજાણ્યા પુરુષ ઉમર વર્ષ આશરે 75નો મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વાલી વારસની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. ઘટનાની વધુ તપાસ એચ.સી બલભદ્રસિંહ, રણજીતસિહ, પી.સી. ધર્મેશભાઈએ હાથ ધરી છે. વધુ માહિતી માટે મો 9726884084 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે પટેલ યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શિવરાજગઢ ગામે રહેતા અને કેટરિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપભાઈ કેશુભાઈ વઘાસિયા ઉમર વર્ષ 38 કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસના ડીયુ જાડેજાએ તપાસ હાથ ધરી હતી ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દિલીપભાઈને છેલ્લા કેટલાક સમયથી કમરનો દુખાવો થતો હોય તેની સારવાર કરાવી રહ્યા હતા અને સાથે કેટરિંગનો પણ મોટો વ્યવસાય કરતા હતા.
ભાયાવદર જતી બસોના અનેક રૂટ બંધ
ભાયાવદર મુકામે એસ.ટી. ડેપો હોવા છતાં અનેક રૂટો બંધ કરી ઉપલેટાથી ભાયાવદરની એસ.ટી. સુવિધા ચાલું હતી તે અત્યારના સમયે છે. ભાયાવદર, તાલાળા, મોરબી, ભાણવડ તેમજ લીંબડી, ભાયાવદર રૂટ પર ચાલતી એસ.ટી. બસો ફરીથી શરૂ કરવા માટે 8 સરપંચોની માંગણી છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના સરપંચ નારણભાઈ આહિરે રાજ્યના વાહન વ્યવહાર મંંત્રી પત્ર પાઠવી જણવેલ છે કે ઉપરોકત રૂટ ઉપર ચાલતી બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવે તો ભાયાવદર રૂટ પર ગામડાઓના લોકોેને એસ.ટી. બસ સેવાનો પુરતો લાભ સાથે પુરતી સવલતો મળી રહે. વધુમાં કોલકીથી વાયા ખાખીજાળીયા જુનાગઢનો રૂટ શરૂ કરવામાં આવે તો નાનીવાવડી, સેવંત્રા, ગઢાળા જેવા ગામોને પુરતી સુવિધા મળી રહે આગામી દિવસોમાં આ રૂટ જુનાગઢ ડીવીઝન દ્વારા શરૂ કરવામાં નહિં આવે તો ઉપરોકત ગામોના વિદ્યાર્થીઓ રસ્તા રોકો આંદોલન ચલાવવા અખબારી નિવેદન દ્વારા જણાવેલ છે.
ઉપલેટાની ભે.ગો. ક્ધયા છાત્રાલયમાં સ્વયમ સંચાલન દિવસની પ્રેરણાદાયી ઉજવણી
સૌરાષ્ટ્રમાં કડવા પટેલ સમાજની ક્ધયા છાત્રાલય અને ક્ધયા વિદ્યાલય સ્થાપના કરવાનું પ્રથમ શ્રેય જેને જાય છે. તેવી અહિંની નમુનેદાર પ્રતિષ્ઠીત સંસ્થા ભેવાનભાઈ ગોકળભાઈ પટેલ ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગઈકાલે સવંતસરીની સ્કૂલ રજાની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ તેમાં ટયુશન કલાસમાં વિદ્યાર્થી બહેનોને અભ્યાસ કરાવેલ, રસોઈ પણ વિદ્યાર્થીનીઓએ બનાવેલ અને છાત્રાલય સંકુલ તથા ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન ચલાવી સંકુલને સ્વચ્છ બનાવી સ્વયંમ સંચાલન દિવસ મનાવ્યો હતો. બાળાઓના આવા સુંદર કાર્ય બદલ ગ્રહમાતા તથા સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોએ અભિનંદન આપેલ હતા.


Advertisement