ગોંડલમાં વર્લી-ફીચરનો જુગાર રમાડતા ત્રણ શખ્સો ઝડપાયા

14 September 2018 11:48 AM
Gondal

13,200ની રોકડ કબ્જે કરતી પોલીસ

Advertisement

ગોંડલ તા.14
ગોંડલમાં પાંજરાપોળ બસ સ્ટેન્ડ પાસે વર્લી-ફીચરનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને રૂા.13,200ની રોકડ અને વરલીના સાહિત્ય સાથે આર.આર.સેલ.એ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, આર.આર.સેલ. પોલીસના નરેન્દ્રસિંહ રાણા, શિવરાજભાઈ ખાચર, ભરતસિંહ પરમારને ખાનગીરાહે હકિકત મળેલ કે ગોંડલ પાંજરાપોળ બસ સ્ટેન્ડ પાસે અમુક ઈસમો જાહેરમાં વર્લી-ફીચરના આંકડા લઇ જુગાર રમાડે છે. જેથી તેઓએ તુરંત જ હકીકત વાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં આરોપી મુસ્તાક કાદરભાઈ બાદશાહ (રહે.ગોંડલ સુમરા સોસાયટી), રફીક ઈબ્રાહીમભાઈ ખાટકી (રહે.ગોંડલ ભગવતપરા) તથા મનોજ ગોપાલભાઈ જાદવ (રહે.ગોંડલ આવાસ કાવર્ટર)વાળાઓને રોકડા રૂા.13,200તથા વર્લી-ફીચરના સાહિત્ય સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી માટે સોંપ્યા હતા.


Advertisement