કાલે ગોંડલના હિતેશ દવેને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-2018 એનાયત થશે

14 September 2018 11:47 AM
Gondal

પોરબંદર ખાતે થનારૂ અભિવાદન

Advertisement

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.14
પ્રકૃતિ - પ્રેમી - સંસ્કૃતિ સર્જક મહારાજા સર ભગવતસિંહજીના ગુણવંતા ગોંડલના વતની, ત્રણ - ત્રણ દશકથી વધુ સમયથી રાજકોટ જિલ્લામાં પ્રકૃતિ સંરક્ષણ,પયાવરણ જાળવણી, વન્ય જીવન બચાવ જાગૃતિ, પ્રદૂષણ નિવારણ, મહિલા અને બાળ આરોગ્ય અને શિક્ષણ સેવા પ્રવૃતિ, સર્પ સંરક્ષણ, રકતદાન જાગૃતિ, ચક્ષુદાન સેવા, દેહદાન સેવા,સાયકલીંગ હેલ્થ કલબ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો - પ્રવાસો, પેરેન્ટીંગ ફોર પીસ પ્રવૃતિ, બર્ડ વોચીંગ, આકાશ દર્શન, 100થી વધુ માધ્યમિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ - પર્યાવરણના જાગૃતિના સેમીનાર જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાહિત્ય સેમીનાર, પુસ્તક મેળાના આયોજન જેવી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ છેલ્લા 32-33 વર્ષથી અવિરતપણે ચલાવી રહેલ ગોંડલના પનોતા પુત્ર હિતેષ દવેની અવિરત સેવા પ્રવૃતિઓને ધ્યાને લઈ દિલ્હી સ્થિતિ રાષ્ટ્ર સૃજન અભિયાન - સંસ્થા પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આગામી શનિવારે તા.15ના રોજ ” ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-2018” આંતર રાષ્ટ્રીય પ્રમુખ રાજયકક્ષાના મંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
ગુજરાતના પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવન સંરક્ષણ, સંવર્ધન, પ્રશિક્ષણ અને જાગૃતિ ક્ષેત્રે રાજયભરમાં તેમની અને સેવાથી પ્રકૃતિ - પર્યાવરણ ક્ષેત્રે વિશાળ ચાહક વર્ગ અને શુભેચ્છકો ધરાવતા હિતેશભાઈ દવેને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓએ તેમની નિ:સ્વાર્થ સેવાઓ બદલ રાજયકક્ષાના જિલ્લાકક્ષાના, પ્રાદેશીક ક્ષેત્રના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.
હિતેષભાઈ દવેનો જન્મ જૂનાગઢમાં થયો. તેમનું જીવન ગોંડલમાં વિતેલુ છે. પ્રાથમિક, માધ્યમિક, કોલેજનું શિક્ષણ ગોંડલમાં લીધેલું છે. છેલ્લા 33 વર્ષથી અવિરત પ્રકૃતિ, માનવી, પક્ષી, પ્રાણીની સેવામાં પ્રવૃત આ વ્યકિત મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ અને મહારાજા ભગવતસિંહ ગોંડલ સ્ટેટના કાર્યો અને વિચારોથી પ્રેરણા મેળવી છે.


Advertisement