વેરાવળ નજીક બાઇક-કાર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

14 September 2018 11:46 AM
Veraval

અકસ્માતમાં ઘવાયેલ યુવાને રાજકોટમાં દમ તોડયો

Advertisement

વેરાવળ તા.14
પ્રભાસ પાટણમાં દ્યાંચી વાડામાં રહેતા સતાર મમદભાઇ ગોહેલ ઉ.વ.37 તથા મહમદ યુસુફ ઇસ્માઇલ થોભાત ઉ.વ.37 બન્ને એકટીવા મોટર સાયકલ નં. જી.જે. 32 સી. 1565 માં ગત ગત તા.9 ના સાંજના સમયે વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ ઉપર જઇ રહેલ તે વખતે ટવેરા મોટર કાર નં. જી.જે. 1 આર.કે. 1506 ના ચાલક કરવલી જીલ્લાના જીતપુર ગામે રહેતા ભદ્રેશકુમાર ચુનીલાલ પટેલ એ હડફેટે લેતા એકટીવામાં બેસેલા બન્નેને ઇજાઓ સાથે પ્રથમ વેરાવળ ત્યાંથી વઘુ સારવાર માટે રાજકોટ ખસેડેલ જયાં મહમદ યુસુફ ઇસ્માઇલ થોભાતનું સારવાર દરમ્યાન મુત્યુ નીપજેલ છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજા પામેલ સતારભાઇ ગોહેલ એ ટવેરા મોટર કાર ના ચાલક સામે પ્રભાસ પાટણમાં ફરીયાદ નોંઘાવતા વઘુ તપાસ એ.એસ.આઇ. એમ.એસ.ગોસ્વામીએ હાથ ઘરેલ છે.
વાહન ચોરી
તાલાલા તાલુકાના પીપળવા ગીર ગામે રહેતા ઉદય જગમાલભાઇ ચાંડેરા ઉ.વ.25 ની મોટર સાયકલ સ્પેલન્ડર જી.જે. 11 બી.ડી. 1274 કીં.રૂા.15 હજારની ગત તા.4-12-2017 ના રોજ પ્રભાસ પાટણ પથીકાશ્રમ પાસેના વાહન પાર્કીગમાંથી તસ્કરો ઉઠાવી ગયાની ફરીયાદ પોલીસમાં નોંઘાવતા વઘુ તપાસ પી.એસ.આઇ. બી.જે.કડછા એ હાથ
ઘરેલ છે.
બેઠક યોજાઇ
ભારતીય મઝદુર સંદ્યના પ્રયાસથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો એ.એન.એમ., સહાયિકા અને મીડ વાઇફ કર્મચારીઓના પ્રશ્નો અંગે ગત તા.17 મી નવેમ્બર-2017 ના લાખો આંગણવાડી આશા વર્કરોની રેલી તથા તા.21 જૂન 2018 ના દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળેલ હતી ત્યારે વડાપ્રઘાન ની વીડીયો કોન્ફરન્સ મારફત આંગણવાડી બહેનોને રૂા.1500 પગાર વઘારો તથા આશા વર્કર બહેનોને સામાન્ય પ્રોત્સાહનોને ડબલ કરેલ તેમજ જીવન જયોત વીમા યોજના અને સુરક્ષા બીમા યોજનાનો લાભ તા.1 લી ઓકટોમ્બરથી મળનાર હોવાનું સંદ્યના પ્રમુખ સી.કે.સજી નારાયણ, મહામંત્રી બ્રીજેશ ઉપાઘ્યાય એ એક યાદીમાં જણાવેલ અને બાકી રહેતા પ્રશ્નો માટે સંદ્ય સતત પ્રયત્ન શીલ રહેનાર છે.


Advertisement