જેતપુરમાં ગણેશ ચતૂર્થીના પ્રથમ દિવસે જ પીઠડીયા ટોલકર્મીઓએ વાહનચાલકોને લુંટ્યા !

14 September 2018 11:45 AM
Gondal
  • જેતપુરમાં ગણેશ ચતૂર્થીના પ્રથમ  દિવસે જ  પીઠડીયા ટોલકર્મીઓએ વાહનચાલકોને લુંટ્યા !

"ગણેશબાપાને ધરો કે ના ધરો, પણ અમોને ધરો" !!

Advertisement

(દિલીપ તનવાણી)
જેતપુર તા.14
જેતપુરના પીઠડીયા ટોલનાકા નજીક આવેલ શ્રી લંબોદર ગણપતીદાદાના મંદિરે જવા માટે પણ ટોલનાકાના અધિકારીઓ રૂઆબથી લોકલ વાહનના રૂ.20 થી 40 લેતા વાહનચાલકોમાં વિરોધ જાવા મળ્યો હતો.
જેતપુરના પીઠડીયા ટોલનાકાની નજીક જ આવેલ શ્રી લંબોદર ગણપતીદાદાનું મંદિર આવેલ હોય, ગઈકાલે ગણેશ ચતુર્થી જેવા પાવન દિન નિમીતે શહેરના શ્રધ્ધાળુ ભક્તજનો ગણપતીદાદાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં આવન જાવન કરતા હતા. ત્યારે શહેરમાંથી આવતા દર્શનાર્થીઓ પોતાની કાર લઈને આવે ત્યારે દાદાનું રૂ.ર0નું શ્રીફળ વધારે તે પહેલા પીઠડીયા ટોલનાકા વાળાઓ રૂ.ર0-ર0 આવન જવાનના વસુલાયા હતા. એક તબક્કે ગઈકાલે પ00 થી વધુ કાર ચાલકો ટોલનાકાની નજીક જ આવેલ આ ગણપતી દાદાના મંદિરે જતા હોવા છતાં આ ધરારીથી બીન ગુજરાતી અધિકારીએ પોતાનો રૂઆબ છોડ્યો ન હતો અને વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસુલ કર્યો હતો.
જો કે આ બીનગુજરાતી અધિકારીઓ આમ તો ભુતીયા કાર્ડ ધારકો કે અન્ય નામધારીઓના નામે ટોલનાકું ક્રોશ કરવા દયે છે ત્યાં તો તેની કાંઇ પાલી ચાલતી નથી. જ્યારે સામાન્ય લોકો માત્ર દર્શન કરવાના નામે કાર પસાર કરે તો તેની પાસે ધરારીથી પૈસા વસુલ કરાતા વાહનચાલકોમાં દેકારો મચી ગયો હતો. જો કે, અમુક કર્મીઓ કપાળે તીલક કરી જાણે કોઇ મોટો નેતા હોવાનો રોફ જમાવી લોકોને કનડગત કરવાની તમામ રાહદારીઓ ફરીયાદ ઉઠી છે.
બે બાઈકની ઉઠાંતરી
ભાદર સામા કાંઠા વિસ્તારમાં રહેતા રામદેવ સામતભાઈ સાંજવાએ રામામંડળ ચોક પાસે પાર્ક કરેલ પોતાનું જીજે 03 જે.એફ.5568 નંબરનું બાઈક કોઈ ચોરી કરી લઇ ગયાની જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે શહેરના જામનગર ટ્રાન્સપોર્ટ પાસે પાર્ક કરેલ અસદ નુરમામદ લુલાનીયાનું જીજે 03 ઇકે 5014 નંબરનું બાઈક કોઈ ચોરી કરી લઇ ગયાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે..


Advertisement