જામકંડોરણાની એસ.બી.આઈ.માં ગ્રાહકના 1.ર8 લાખની ઉઠાંતરી

14 September 2018 11:42 AM
Dhoraji

અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ દાખલ

Advertisement

સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.14
જામકંડોરણાની એસ.બી.આઈ. ગ્રાહકના ખાતામાંથી રૂા.1.ર8 લાખની ઉઠાંતરી થયાની પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ છે.
જામકંડોરણાનો રીતુલ દિનેશભાઈ ચોવટીયા પટેલ (ઉ.વ.19)નું તેનું બેંક એકાઉન્ટ જામકંડોરણાની એસ.બી.આઈ. બેંકમાં છે. અને તે પોતે રાજકોટ ખાતે એકાઉન્ટ અને લોન અંગેનું કામ કાજ કરે છે.
તેના ખાતામાંથી કોઇ અજાણ્યા ઈસમોએ બે દિવસમાં કટકે કટકે રૂા.1.ર8 લાખ ઉપાડી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ
કરતાં પોલીસે આઈ.પી.સી. કલમ 406/420 અને ઈર્ન્ફોમેશન ટેકનોલોજી એકટ મુજબનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
કરેલ છે.


Advertisement