ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતી રપ મહિલાઓ ઝડપાઈ

14 September 2018 11:38 AM
Dhoraji

ન્યુ મારૂતિનગર સોસાયટીમાં પોલીસનો દરોડો: ર4 હજારની રોકડ કબ્જે

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા) ધોરાજી તા.14
ધોરાજીમાં ન્યુ મારૂતિનગર સોસાયટીમાં પોલીસે જુગાર દરોડો પાડી રપ મહિલાઓને જાહેરમાં જુગાર રમતી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
ધોરાજીમાં મહિલાઓ પણ હવે પુરૂષો સમોવડી બની ગઈ છે. કહેવત છે કે સો શિક્ષક બરાબર એક માતા જો માતાઓ જ જુગાર રમે તો બાળકો જુગાર રમતા શિખે છે. પરંતુ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે અમુક મહિલાઓના પતિદેવો એ તેઓની પત્ની જુગર રમતી હોવાની પોલીસને ફરિયાદ કરી હતી.
તેના આધારે મહિલા એ.એસ.આઈ. માલુબેન મકવાણા સહિતનાઓએ ધોરાજીના ન્યુ મારૂતિનગર ખાતે જાહેરમાં જુગાર રમતી મહિલાઓના જુગારધામમાં રેડ કરી રૂા.ર4,પ10નો રોકડ અને બે ગંજીપતા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી રપ મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ. પોલીસની આ કાર્યવાહીથી અમુક મહિલાઓના પતિદેવ મુછમાં ખુશખુશાલ દેખાતા હતા. આ બનાવ અંગે મહિલા એ.એસ.આઈ.માલુબેન મકવાણા તપાસ ચલાવી રહેલ છે.


Advertisement