સુરતમાં બિલ્ડિંગનો વિશાળ ડોમ રસ્તા પર તૂટી પડ્યો

13 September 2018 11:00 PM
Rajkot Gujarat
  • સુરતમાં બિલ્ડિંગનો વિશાળ ડોમ રસ્તા પર તૂટી પડ્યો
  • સુરતમાં બિલ્ડિંગનો વિશાળ ડોમ રસ્તા પર તૂટી પડ્યો

લોકોની ઓછી અવર જવરને લીધે કોઈ જાનહાની નહિ !

Advertisementસુરતના સરથાણા વિસ્તારમાં એક વિશાળ ડોમ તૂટી પડવાની ઘટના બની હતી. સુરતના સરથાણા વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે સિલ્વર બિઝનેસ હબનું બંધકામ પૂર્ણ થવાના આરે હોવાના કારણે બિઝનેસ હબમાં છતનું કામ કરવા માટે બામ્બુ વડે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો. છેલ્લા 15થી 20 દિવસ કામ કર્યા પછી બિઝનેસ હબની છતનું અડધું કામ પૂર્ણ થયું હતુ. જો કે આજે અચાનક કોઈ કારણોસર બિઝનેસ હબમાં બાંધવામાં આવેલા લાકડાના ડોમનો એક ભાગ નીચે પડ્યો હતો. આ ઘટના બપોર સમયે બની હતી. જે સમયે ડોમ તૂટ્યો ત્યારે રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોવાના કારણે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.


Advertisement