સુરતમાં રેલવે પ્લેટફોર્મ-1 પર ફાયરિંગ

13 September 2018 10:02 PM
Rajkot Gujarat
  • સુરતમાં  રેલવે પ્લેટફોર્મ-1 પર ફાયરિંગ

૪ રાઉન્ડ ફાઈરિંગમાં એક યુવક ઘાયલ : ગેંગવોરની આશંકા

Advertisement

સુરતના રેલ્વે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરતના પ્લેટફોર્મ નંબર એક પર ગેંગવોર સર્જાઇ હતી, જેમાં ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યાનું બહાર આવ્યું છે. ઘટનામાં મોહમ્મદ યુસુફને હાથમાં ગોળી વાગતા તે ઘાયલ થયો છે તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં સ્થિત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ફાયરિંગ થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે પ્લેટફોર્મ નંબર એક પર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ થયું છે, જેમાં એક યુવક ઘાયલ થયો છે. ઘાયલ યુવાનનું નામ મહમ્મદ યુસુફ ખાન છે જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક વિગતો પ્રમાણે ફાયરિંગ કરનાર શખ્સનું નામ સરફરાઝ ઉર્ફે ટાઇગર છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ટાઇગર અને ઘાયલ વ્યક્તિ યુસુફ બંને સુરતના લિંબાયત વિસ્તારમાં રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને એક જ ટ્રેનમાં આવ્યા હતા. જો કે હાલ સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસ અને શહેર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે.

Advertisement