'ભુખ્યા આતંકવાદીઓ' ઘરમાં ઘુસ્યા પણ બિસ્કિટ-સફરજન’લઇ ચાલ્યા ગયા !

13 September 2018 09:23 PM
Rajkot World
  • 'ભુખ્યા આતંકવાદીઓ' ઘરમાં ઘુસ્યા પણ બિસ્કિટ-સફરજન’લઇ ચાલ્યા ગયા !

Advertisementઆંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેનાર એક સ્થાનિક નિવાસીએ પોલીસને જણાવ્યું હતું કે બુધવારે ત્રણ આતંકવાદીઓ તેને ઘરમાં ઘુસ્યા હતા. બુધવારે સાંજે લગભગ 8 કલાકે હથિયારો સાથે ત્રણ વ્યક્તિ મારા ઘરમાં આવ્યા હતા અને મને ધમકી આપી હતી કે તેમના વિશે કોઈને જાણકારી ન આપું. આતંકવાદીઓ તે પહેલા કહ્યું હતું કે તે પાંચ દિવસથી ભુખ્યા છે પછી તે બિસ્કિટ અને સફરજન લઈ અહીંથી ભાગી ગયા હતા.

બીજી તરફ જમ્મુના પુંછ સેક્ટરમાં સેનાએ એલઓસી પાર કરનાર એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. રક્ષા મંત્રાલયના સુત્રોએ ગુરુવારે આ જાણકારી આપી હતી. ઘુસણખોરની ઓળખાણ ઉમીર યુસુફ (23)ના રુપમાં થઈ છે. જે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પુંછ સેક્ટરના તારલ ખેલનો રહેવાસી છે. સેનાના જવાનોને તેની પાસેથી એક તમ્બાકનું પેકેટ, બે ઓળખપત્ર અને પાકિસ્તાની મુદ્રામાં 50 રૂપિયા મળી આવ્યા છે.


Advertisement