હાર્દિકના પારણા પછી ઉમિયા સંસ્થાનના પ્રમુખે શું કહ્યું ?

13 September 2018 09:13 PM
Rajkot Gujarat
  • હાર્દિકના પારણા પછી ઉમિયા સંસ્થાનના પ્રમુખે શું કહ્યું ?

Advertisementહાર્દિક પટેલના પારણા બાદ ઊંઝા ઉમિયા સંસ્થાનના પ્રમુખ પ્રહલાદ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ ભેગી થઈ છે, આ પહેલી વાર બન્યું છે. આને અમે પાટીદાર પાર્લામેન્ટ કહીએ છીએ અને આ પાર્લામેન્ટમાંથી પાસ થવું ખૂબ જ અઘરું છે. સમાજની માગણી બાબતે સરકાર પર પ્રેસર થશે. મેં પહેલા પણ કહ્યું હતું કે ચાર આંગળી અને એક અંગુઠો ભેગો થાય ત્યારે પવનને થંભી જવું પડે છે. સરકાર નહીં પણ પવન પણ થંભી જશે. હાથીને પણ એક વાર ઊભું થઈ જવું પડે છે. આટલી તાકાત આપણા પાટીદાર યુવાનોમાં છે.

આ બાબતે સીદસરના જેરામ પટેલે જણાવ્યું હતું કે અમારો પહેલો મુદ્દો એ હતો કે, હાર્દિકને પારણા કરાવવા જેથી તેના સ્વાસ્થ્યને નુકશાન ન થાય. તે માટે પાટીદાર સમાજની છ સંસ્થાઓ ભેગી થઈને હાર્દિક પટેલના પારણા કરાવ્યા છે. બીજા જે અન્ય મુદ્દાઓ છે એ સરકારને આપ્યા છે અને તે મુદ્દા બાબતે સરકાર પાસેથી ઉઘરાણી કરીશું અને તેની પ્રક્રિયા બધા સાથે રહીને આગળ ધપાવીશું. સમાજના હિત માટે જ આ તમામ સંસ્થાઓ કામ કરે છે.


Advertisement