મુંબઈમાં બોલીવુડ કલાકારો ગણપતિમય !

13 September 2018 09:09 PM
Rajkot Dharmik India
  • મુંબઈમાં બોલીવુડ કલાકારો ગણપતિમય !

સલમાનથી લઈને માધુરી સુધી સેલિબ્રિટીનાં ઘરે ગણપતિનું આગમન

Advertisement


ભગવાન શ્રી ગણેશનાં આગમનનો આ મહોત્સવ ખૂબ જ ધૂમધામથી આખા દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. મુંબઈનાં સૌથી પ્રસિદ્ધ લાલબાગ ચા રાજાનો મંડપ ભવ્યરીતે સજાવવામાં આવ્યો છે. આ પંડાલમાં ગણેશ ભક્ત સેલિબ્રિટી જરૂર જાય છે. સાથો સાથ ફિલ્મી અને ટીવી સેલિબ્સ પોતાપોતાનાં ઘરોમાં પણ ગણપતિનું આગમન પૂરા જોશથી અને ભક્તિભાવ સાથે કરે છે. માધુરી દિક્ષિતથી લઈને અનુષ્કા શર્મા સુધી, અમિતાભથી લઈને જીતેન્દ્ર સુધી તેમજ રિતીક રોશન જેવા એક્ટર પોતાનાં ઘરે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરે છે. દિવ્યંકા ત્રિપાઠી જેવા ટીવી સ્ટાર્સ પણ ગણપતિ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

માધુરીએ સૌથી પહેલા પોતાનાં રિયાલિટી શો ડાન્સ દીવાને પર ગણપતિની પૂજા કરી હતી.

સોનુ સૂદ અને રિશી કપૂરનાં ઘરે પહોંચ્યા ગજાનંદ ગણેશ.

સલમાન ખાનની બહેનો અર્પિતા અને અલવીરા ઘરે લઈ આવ્યા ગણપતિ બાપ્પા.


શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા સાથે ઘરે લઈ આવી ગણપતિ બાપ્પા.

જીતેન્દ્રએ પણ પોતાનાં દીકરા તુષાર અને દોહિત્ર લક્ષ્ય સાથે વિધિવતરીતે પોતાનાં ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

કાજલ અગ્રવાલે પણ ગણેશોત્સવની શુભકામનાઓ આપી છે.

ટીવી એક્ટર શરદે કરી પૂજનની ખાસ તૈયારી.

રુબીના દિલેકે શેર કરી ગણપતિ પૂજનનો ખાસ ફોટો.

દિવ્યંકા ત્રિપાઠીએ શો પર મનાવી ગણેશ ચતુર્થી.


Advertisement