કાલથી અાદિનાથ દિગંબર જિનમંદિરે પવાૅધિરાજ દશ લક્ષણી ધમૅ પયુૅષણ પવૅની ઉજવણીનો પ્રારંભ

13 September 2018 05:32 PM
Dharmik
  • કાલથી અાદિનાથ દિગંબર જિનમંદિરે પવાૅધિરાજ  દશ લક્ષણી ધમૅ પયુૅષણ પવૅની ઉજવણીનો પ્રારંભ

અાદિનાથ દિગંબર જિનમંદિર, ૧પ, પંચનાથ પ્લોટ તથા શાસ્ત્રી મેદાન સામે અાવેલ દિગંબર જિનમંદિરે વિવિધ ધમાૅનુષ્ઠાનોના અાયોજનો

Advertisement

રાજકોટ, તા. ૧૩ અાવતીકાલથી દિગંબર જૈન સમાજના પવાૅધિરાજ દશલક્ષણી ધમૅ પયુૅષણ પવૅનો પ્રારંભ થશે. નિજ શુઘ્ધાત્મા ના સાધક, વિશુઘ્ધ અઘ્યાત્મ કાગૅ પ્રભાવક, ભવ્ય જીવોના કલ્યાણ માટે જેમનો ભરત ક્ષેત્રમાં જન્મ થયો છે અેવા પરમકૃપાળુ પૂ. ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી તથા સ્વાનુભાવ વિભૂષિત ધમૅરત્ન પૂજય બહેનશ્રી ચંપાબેનના પાવન પ્રભાવનાના ઉદયે શ્રી કુંદ કુંદ કહાન પરિવાર યુવક મંડળ દ્વારા કાલથી તા. ર૩ સુધી દશ લક્ષણા પયુૅષણ પવૅની ઉજવણી શ્રી અાદિનાથ દિગંબર જિન મંદિર, ૧પ, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે થશે. શ્રી અાદિનાથ દિગંબર જિનમંદિરને સુશોભન તથા રોશનીનો શણગાર કરવામાં અાવ્યો છે. અા પવૅ દરમ્યાન વિદ્વાન પ્રવચનકાર અાત્માથીૅ ભાઈ શ્રી ડો. પ્રવીણભાઈ દોશી (રાજકોટ) તત્વસભર શાસ્ત્ર સ્વાઘ્યાય કરાવશે. શ્રી અાદિનાથ જિનમંદિર ખાતે પવાૅધિરાજ દશ લક્ષણી ધમૅ પયુૅષણ પવૅનો દૈનિક કાયૅક્રમ અંતગૅત અાવતીકાલ તા. ૧૪ થી તા. ર૩ સુધી દરરોજ સવારના ૭ થી ૧૦.૧પ સુધી અભિષેક, પૂજા, પ્રવચન તથા ભકિત, બપોરના ૩.૧પ થી ૪.૧પ સુધી પ્રવચન તથા ભકિત, રાત્રે ૭ થી ૯.ર૦ સુધી અારતી, પ્રવચન તથા પ્રતિક્રમણ વગેરે યોજાશે. અાગામી તા. રપમીના ઉતમ ક્ષમાવાણી દિન શ્રી સુવણૅપુરી (સોનગઢ) ખાતે ઉજવાશે અા માટે બસની વ્યવસ્થા કરવામાં અાવી છે. પંચનાથ દિગંબર જૈન મંદિર ગૌતમ બુઘ્ધ અેપાટૅમેન્ટ સામે અાવેલ શ્રી દિગંબર જૈન મંદિર ખાતે અાવતીકાલથી દસ લક્ષણા પવાૅધિરાજ પયુૅષણ પવૅનો પ્રારંભ થઈ રહયો છે. પવૅ દરમ્યાન પ્રવચન, સ્વાઘ્યાય, અભિષેક, પૂજા, ભકિત તથા પ્રતિક્રમણ અાદિના અાયોજનો કરાયા છે.


Advertisement