એપલે ત્રણ નવા અપગ્રેડ સ્માર્ટ ફોન તથા સીરીઝ-ફોર વોચ લોન્ચ કરી

13 September 2018 02:07 PM
India Technology
  • એપલે ત્રણ નવા અપગ્રેડ સ્માર્ટ ફોન તથા સીરીઝ-ફોર વોચ લોન્ચ કરી

નવા સ્માર્ટફોનમાં ડયુલ સીમ પણ ઉપલબ્ધ: સ્માર્ટ વોચ તમારુ ઈસીજી પણ કરશે: ભારતમાં માસાંતે મળે તેવી ધારણા અત્યાર સુધીની સૌથી મોટી સ્ક્રીન સાઈઝનો આઈફોન રજુ

Advertisement

કેલિફોર્નિયા: વિશ્ર્વની નંબર-વન મોબાઈલ ફોન બ્રાન્ડ લેવલે ગઈકાલે તેના વાર્ષિક ઈવેન્ટમાં ત્રણ નવા- અપગ્રેડ- સ્માર્ટ ફોન- આઈફોન એકસ-એસ તથા એકસ એસ- મેકસ તથા આઈફોન એકસ આર લોન્ચ કર્યા છે અને નવી સીરીઝ ફોર વોચ પણ લોન્ચ કરી છે. એપલના સીઈઓ ટીમ કુકે કરેલી જાહેરાત મુજબ એપલે એશિયન દેશોની વધતી પસંદગી મુજબ પ્રથમ વખત ડબલ સીમ સ્માર્ટ ફોન લોન્ચ કર્યા. બુધવારે રાત્રીના આ લોન્ચીંગ થયું હતું. એપલે તેના આ નવા ફોનમાં સોફટવેર અને હાર્ડવેર બન્ને અપગ્રેડ કર્યા છે. એપલે તેમાં નવા સુપર ફાસ્ટ પ્રોસેસર આપ્યા છે. જેનાથી એપ્લીકેશનની પ્રક્રિયા 30% ઝડપી હશે અને આ ફોનમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની ક્ષમતા (મશીન લર્નીંગ ક્ષમતા) નવ ગણી ઝડપી બનાવી છે પણ તે બેટરી સેવર પણ છે. ઉપરાંત ફોનમાં ફયુલ કેમેરા (પાછળના ભાગમાં) આપવામાં આવે છે. એપલના આ ફોનમાં તેની સ્ક્રીન સાઈઝ પણ વધારી છે. જેમાં આઈફોન એકસ એસ- એકસની સ્ક્રીન ડિસ્પ્લે 6.5 ઈંચની છે. એપલે સેમસંગની ફલેગશીપ બ્રાન્ડ ગેલેકસી નોટ-9ની સાથે સ્પર્ધા ઉપરાંત સરવાઈ મેળવવા આ મોડેલ ઉતાર્યુ છે. જયારે આઈફોન એકસ એચ ની સ્ક્રીન ડિસ્પ્લે 5.8 ઈંચની છે એટલે તેની ખાસીયત મુજબ 64 જીબી- 256 જીબી અને 512 જીબીના સ્ટોરેજ આપ્યા છે. આ તમામ નવા ફોન ધૂપ અને પાણી પ્રતિકારક છે. એપલનો દાવો છે કે નવા મોડેલમાં જે ફેસ આઈડી છે તે અત્યાર સુધીનું સૌથી સલામત વર્ઝન છે. વાસ્તવમાં તેની ડયુલ સીમની સીસ્ટમ રખાય છે. તમારે ફીઝીકસ એક જ સીમ વાપરવાનું રહેશે અને એક એપલ ઈન્ટીગ્રેટેડ, ઈ-સીમ છે જેને તમો ડયુલ સીમ તરીકે ઉપયોગ કરી શકો છો. જો કે તેના માટે ટેલીકોમ કંપની પાસે ઈ-સીમનો સપોર્ટ લેવો પડશે. જો કે આ ડયુલ સીમ પ્રક્રિયા ભારતમાં આવતા સમય લાગશે. ચીનની ટેલીકોમ ટેકનોલોજી વધુ અપગ્રેડ છે તેથી તેના માટે આ ફીચર અપાયું છે. ગઈકાલની જાહેરાતનો પ્રારંભ એપલની સીરીઝ- ફોર વોચથી થયો તેની સ્ક્રીન સાઈઝ પણ વધારાય છે. એપલની આ વોચમાં પ્રથમ વખત ઈસીજી- ઈલેકટ્રોનીક કાર્ડીયાગ્રામ ગ્રાફીકની સુવિધા અપાય છે. જે તમામ રહ્યાના ધબકારાની અનિયમિતતાને આગોતરી ચેતવી પાળશે.
ભારતમાં આઈફોનની નવી પેઢી રૂા.1 લાખ કે તેની આસપાસની કિંમતે વધશે. રૂપિયાની કિંમત ઘટી હોવાથી તેની અસર જોવા મળશે અને માસના અંતે આ પ્રોડકટસ ભારતમાં લોન્ચ થાય તેવી ધારણા છે.


Advertisement