કાલે ઈન્દોરમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ડો. સૈયદનાં સાહેબનો ધમૅવાણી કાયૅક્રમ

13 September 2018 01:50 PM
Jasdan

દેશરુવિદેશ ગુજરાતરુસૌરાષ્ટ્રના બિરાદરો ઉમટયા

Advertisement

(હિતેષ ગોસાઈ) જસદણ તા. ૧૩ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અાવતીકાલે તા. ૧૪ ને શુક્રવારના રોજ મઘ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં હાઈ (સવોૅચ્ચ) ધમૅગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અાલીકદર મુફદલભાઈ સાહેબ ‘સૈફુદીન’ (ત.ઉ.શ.) ની ધમૅવાણી સાંભળતા ઈન્દોરમાં પધારતાં હોવાથી ચકલુંય ફરકી ન શકે અેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્રારા અાખરીઅોપ અાપવામાં અાવી રહ્યો છે. દેશમાં પ્રથમવાર અેવી ઘટના બની રહી છે કે કોઈ ધમૅગુરૂ અને વડાપ્રધાનનું ધામિૅક જગ્યાઅે મિલન થશે. જાે કે અા મિલનવેળા નરેન્દ્રભાઈ પણ પોતાનું વ્યકતવ્ય અાપશે. અને અા ઘટનાનું દેશ અને દુનિયાના દરેક વ્હોરા બિરાદરોને જાેવા સાંભળવા મળે તે અંગે જીવંત પ્રસારણ થાય અેવી તજવીજ પણ અાયોજકો દ્રારા થઈ રહી છે. નામદાર ડો. સૈયદના સાહેબની વાઅેઝમાં ભારતના વિવિધ પ્રાંતો ઈન્ડોનેશીયા, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કેનેડા, અમેરિકા, çગ્લેન્ડ, અાફ્રિકા, કેન્યા, માંડાસ્કર, કુવૈત, દુબઈ, ઈજીપ્ત તદઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જસદણ, બોટાદ, મોરબી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્રારકા, ગિરસોમનાથ, જામનગર જેવા જિલ્લાથી માંડી જસદણ જેવડી તાલુકા મથક સુધીના બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઈન્દોરમાં છે.


Advertisement