વાગડનો કુખ્યાત તસ્કર ભચાઉ જેલની દિવાલ કૂદી ફરાર

13 September 2018 01:09 PM
kutch
  • વાગડનો કુખ્યાત તસ્કર ભચાઉ જેલની દિવાલ કૂદી ફરાર

40થી વધુ ચોરીઓમાં સંડોવાયેલ છે: તસ્કરને દબોચી લેવા પોલીસની નાકાબંધી

Advertisement

ભૂજ તા.13
પૂર્વ કચ્છ પોલીસના નાકે દમ લાવી દેનારા કુખ્યાત ચોર ભરત રામજી કોલી બુધવારે સાંજે ભચાઉની સબ જેલમાંથી દિવાલ કૂદીને નાશી જતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ભરત કોલી રાપરના બાદરગઢનો છે અને દસ દિવસ પૂર્વે જ પૂર્વ કચ્છ પોલીસે તેની અને તેના સાગરીત રાજેશ મકવાણાની લાખોના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. ભરત ભચાઉ, રાપર, અંજાર પોલીસ મથકની પાંંચ ઘરફોડ ચોરી, બે વાહન ચોરી અને સામખિયાળી પોલીસમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનામાં વોન્ટેડ હતો. ભરતે રાજેશ સાથે મળીને છેલ્લાં બે ત્રણ વર્ષ દરમ્યાન પૂર્વ કચ્છમાં સંખ્યાબંધ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
પૂર્વ કચ્છ એસ.પી. પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, ભાગી છૂટેલા આરોપીને પકડી પાડવા ચોતરફ નાકાબંધી કરી છે. સબ જેલમાંથી કુખ્યાત આરોપી નાશી જતાં ચકચાર મચી ગઈ છે.


Advertisement