કચ્છના હબાયમાં હત્યા-જૂથ અથડામણની ઘટનામાં નવ શખ્સોની ધરપકડ

13 September 2018 12:58 PM
kutch
Advertisement

કચ્છમાં ચકચાર જગાવનાર ગત છઠ્ઠી સપ્ટેમ્બરના ભુજ તાલુકાના હબાય ગામના આહીર સમાજના બે જૂથ વચ્ચે ભુજ-માધાપર ધોરીમાર્ગ પર થયેલી હિંસક અથડામણ એક યુવકની ઘાતકી હત્યાના પ્રકરણમાં પોલીસે નવ આરોપીની વિધિવત્ ધરપકડ કરી છે. રેતીના ધંધા અને ગ્રામ પંચાયતની ચૂંટણીના મતભેદમાં હરી લક્ષ્મણ કેરાસીયા નામના યુવકની છરી મારી હત્યા કરી દેવાઈ હતી ફક્ષય હતભાગી યુવકની સાથેના અન્ય ચાર લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. આ બનાવમાં બંને જૂથે સામસામી કુલ 14 આરોપી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખૂન કેસના મુખ્ય આરોપી હરી કાનજી રવા કેરાસીયાને પોલીસે રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે. જો કે, તબીબના અભિપ્રાય બાદ તેની ધરપકડ કરવા અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ, હરી કાનજી રવા કેરાસીયાએ મૃતક હરી લક્ષ્મણ કેરાસીયા સહિત દસ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે દામજી હમીર રૂપા ડાંગર, હરી હમીર રૂપા ડાંગર, હમીર ગોપાલ રવા કેરાસીયા, માવજી ગોપાલ ડાંગર, રમેશ હમીર રૂપા ડાંગર, પ્રેમજી હમીર રૂપા ડાંગર, નરશીં લખમણ કરસન કેરાસીયા, રોહિત વાલજી દેવકરણ કેરાસીયા અને પ્રવિણ વાલજી કેરાસીયાની ગત મોડી રાત્રે વિધિવત્ ધરપકડ કરી છે.


Advertisement