બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયનું ગૌરવ

13 September 2018 12:30 PM
Botad
Advertisement

બોટાદ તા.13
રાજ્ય સરકાર દ્વારા તા.પ સપ્ટેમ્બરે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે એમ.ડી.શાહ વિદ્યાલય બોટાદમાં ઉ.મા.વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક જી.બી.મકવાણાને ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવી શિક્ષક જી.બી.મકવાણાએ વિદ્યાભારતી સંચાલીત એમ.ડી.શાહ વિદ્યાલય અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.


Advertisement