જસદણ પદ્મનાભમ એજ્યુકેશન ટ્રસ્ટ આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ

13 September 2018 12:26 PM
Jasdan
Advertisement

જસદણ તા.13
જસદણ નાં પદ્મનાભમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (PECT) મઢી દ્વારા 8મી સપ્ટેમ્બર 2018 ના રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ અતિ પછાત એવા અંતરિયાળ આદિવાસી વિસ્તારના આહીરપાડા અને ઝરી ગામ ખાતે કાર્યક્રમ યોજાયો.
જેમાં દાતા જસુબેન ભગત તથા ઠાકોરભાઈ ભગત (લંડન) અને અન્ય દાતા દ્વારા ડોનેટ કરેલ વસ્તુઓ ગામના જરૂરિયાતમંદ લોકોને કપડાં, ડ્રેસ, બુટ-ચપ્પલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ બંને ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોને આંતરિક કેળવણી ખીલવવા માટે સ્કેચપેન, કલર, નોટબુક, પેન, કંપાસ બોક્સ, અને સીઝનલ હોસ્ટેલમાં પોતાના માતા-પિતાથી દુર રહીને અભ્યાસ કરતા બાળકોની મુલાકાત લેવામાં આવી હતી અને બાળકોને લંચ ડિસો વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી ભાવેશભાઈ વાઘેલા, ડો. બ્રિન્દાબેન, વિનોદભાઈ, તેમજ સંસ્થાના સ્વયંસેવકો જૈલેશભાઈ, પ્રીતિબેન, સંદીપ સૂર્યવંશી, રાવીશ સાબલે, મિતેષ ચૌધરી, કેતના આહિરે, અજયભાઈ, ફારૂકભાઈ વગેરે દ્વારા કાર્યક્રમમાં નોંધપાત્ર સેવા નોંધાવી સફળ બનાવ્યો.


Advertisement