બોટાદની અાદશૅ બીઅેસસી કોલેજમાં મેથ્સ દિન ઉજવાયો

13 September 2018 12:23 PM
Botad
  • બોટાદની અાદશૅ બીઅેસસી કોલેજમાં મેથ્સ દિન ઉજવાયો

Advertisement

બોટાદ, તા. ૧ર અાદશૅ બી.અેસ.સી. કોલેજરુબોટાદ ખાતે તા. ૩૦ના મેથ્સ દિવસની પ્રદશૅન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં અાવેલ. અા તકે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા દ્વારા કાયૅક્રમની શરૂઅાતમાં પ્રાસંગીક ઉદબોધન કરવામાં અાવેલ. પ્રદશૅનમાં બી.અેસ.સી. કોલેજ વિભાગના મેથ્સ ડિપાટૅમેન્ટના વિધાથીૅઅો દ્વારા ગણિતના વિવિધ મોડેલ રજૂ કરવામાં અાવેલ તેમજ પોસ્ટર દ્વારા ગણિતના જટિલ પ્રશ્ર્નો સરળતાથી ઉકેલવા માટેની ટ્રીકસ અાપવામાં અાવેલ. અા પ્રદશૅનની અાદશૅ કેમ્પસના તમામ વિભાગના વિધાથીૅઅો અને સ્ટાફ મિત્રોઅે રસપૂવૅક મુલાકાત લીધેલ. સમગ્ર કાયૅક્રમને સફળ બનાવવા માટે મેથ્સ ડીપાટૅમેન્ટના સ્ટાફ મિત્રો અને વિધાથીૅઅોઅે ખાસ જહેમત ઉઠાવેલ. શોપ લાઈસન્સ બોટાદ નગરપાલિકાની હદમાં વેપાર ધંધો કરતા વેપારીઅોને વ્યવસાય વેરો તા. ૩૦/૯ પહેલા બોટાદ નગરપાલિકા કચેરીના સમયગાળા દરમ્યાન રૂબરૂ અાવી વ્યવસાયવેરા શાખામાં રોકડા / ચેક કે ડિમાન્ડ ડ્રાફટથી જમા કરાવી દેવા જણાવાયું છે. તા. ૩૦/૯ પછી વ્યવસાયવેરો ભયાૅ વગરનો માલુમ પડશે. તો તેમની સામે વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગારવેરા અધિનિયમરુ૧૯૭૬ ની કલમરુ૧૧ની જોગવાઈ અન્વયે દંડ/વ્યાજ સાથે વ્યવસાય વેરો વસુલવાની ફરજ પડશે.


Advertisement