વરૂણ ધવન સાથે ચમકશે સારા અલી ખાન?

13 September 2018 11:02 AM
Entertainment
  • વરૂણ ધવન સાથે ચમકશે સારા અલી ખાન?

Advertisement

વરૂણ ધવનની આગામી ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન જોવા મળેશે એવી ચર્ચા ચાલી રહી છે. વરૂણ પપ્પા ડેવિડ ધવન અને ભાઈ રોહિત ધવન સાથે પ્રોડકશન-હાઉસ શરૂ કરી રહ્યો છે. આ પ્રોડકશનની પહેલી ફિલ્મ ‘નંબર-1’ સિરીઝની છે. સારા હાલમાં ‘સિમ્બા’ અને ‘કેદારનાથ’માં કામ કરી રહી છે. તે હવે વરૂણ સાથે દેખાવાની હોવાની ચર્ચા વિશે ચોખવટ કરતાં વરૂણ ધવને કહ્યું હતું કે ‘અમે હમણાં તો સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. કલાકારોને પસંદ કરવામાં હજી ઘણો સમય લાગશે. એ ફાઈનલ થઈ ગયા બાદ અમે એની જાહેરાત કરીશું. ત્યાં સુધી અફવાઓ પર ધ્યાન ન આપવું.?


Advertisement