Jioના 4G નેટવર્કથી પરેશાન યુઝર્સ માટે "ગુડ ન્યુઝ" !

12 September 2018 11:06 PM
Rajkot Business India Technology
  • Jioના 4G નેટવર્કથી પરેશાન યુઝર્સ માટે "ગુડ ન્યુઝ" !

Advertisement



Reliance Jioનાં યુઝર્સને હવે ગામ હોય કે શહેર દરેક જગ્યાએ 4G નેટવર્ક મળશે. તેને માટે Jio Hughes Communication (HCIL) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ની ટેકનિકનો ઉપયોગ કરીને સેટેલાઈટ દ્વારા નેટવર્ક પહોંચાડશે. આવું કરનારું Jio દુનિયાનું સૌથી પહેલું ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બની જશે.

તમને જણાવી દઈએ કે Reliance Jio 400થી વધુ LTE સાઈટ્સને જોડવા જઈ રહ્યું છે, જે ધરતી પર મોજુદ બેકહોલ સર્વિસીસની પહોંચથી બહાર છે. આ સમયે આ નેટવર્ક ઘણી સાઈટ્સ પર ડેપ્લોયમેન્ટનું કામ કરી રહ્યું છે. Jio 4G નેટવર્ક માટે સેટેલાઈટ બેકહોલનું સેટઅપ કરવા માટે Hughes Communicationને 10 મિલિયન ડોલરથી વધુનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટેલિકોમ કંપનીઓ પોતાનાં મોબાઈલ ટાવર્સને જોડવા માટે માઈક્રોવેવ્ઝનો ઉપયોગ કરે છે. કારણ કે ઓપ્ટિકલ ફાયબરની મદદથી ટાવર્સને જોડવાનો ખર્ચ વધુ આવે છે. તેની સાથે જ તેને પહોંચાડવામાં પણ ઘણી મહેનત કરવી પડે છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર માઈક્રોવેવ્ઝને ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે Reliance Jioએ સેટેલાઈટનાં માધ્યમથી પોતાનાં 400 ટાવર્સને જોડવાનો નિર્ણય કર્યો છે.

Jio ગ્રુપનાં પ્રેસિડન્ટ જ્યોતિન્દ્ર ઠાકરે જણાવ્યું હતું કે, ટેલિકોમ Hughesનાં જ્યૂપિટર સિસ્ટમને Jio 4G સાઈટ્સનાં સપોર્ટ માટે ઉપયોગમાં લઈ રહ્યું છે. આ સેટેલાઈટ સિસ્ટમ આપણાં દેશનાં દરેક હિસ્સાને કનેક્ટિવિટી આપવાનાં જૂનાં સપનાને સાકાર કરવાની ચાવી છે. જોકે, સેટેલાઈટ્સ માઈક્રોવેવ્ઝની જેમ તો કામ નથી કરતા, પરંતુ તેનાં દ્વારા 10 mbpsથી લઈને 30 mbps સુધીની સ્પીડ મળી શકે છે.



Advertisement