પહેલીવાર ગુજરાતમાં યોજાશે બોલિવુડ ફિલ્મનું ગ્રાન્ડ પ્રિમીયર

12 September 2018 11:02 PM
Rajkot Entertainment
  • પહેલીવાર ગુજરાતમાં યોજાશે બોલિવુડ ફિલ્મનું ગ્રાન્ડ પ્રિમીયર

Advertisementજેકી ભગનાની અને કૃતિ કામરા અભિનિત ફિલ્મ ‘મિત્રો’ ટૂંક સમયમાં જ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તમને ગુજરાતી છાંટ જોવા મળશે, અને ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. તેમજ ફિલ્મનાં ગ્રાન્ડ પ્રેમિયર માટે અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે, જે આપણાં માટે ગર્વની વાત કહેવાય.

મોટાભાગે બધી જ ફિલ્મોનાં પ્રેમિયર મુંબઈમાં જ યોજાતા હોય છે, પરંતુ આ પહેલી બોલિવુડ ફિલ્મ છે જેનું પ્રિમીયર અમદાવાદમાં રાખવામાં આવ્યું છે. મિત્રો ફિલ્મનાં ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેનાં ગીત ‘પેથલપુરમાં...’ સોંગને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં પ્રેમ, મિત્રતા, કોમેડી બધું જ જોવા મળશે.

‘મિત્રો’ ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતીક ગાંધી ઉપરાંત શિવમ પારેખ પણ છે. તેનું ડિરેક્શન નિતિન કક્કરે કર્યું છે. આ ફિલ્મ 14મી સપ્ટેમ્બરે રિલીઝ થશે.


Advertisement