જાણો વિશ્વના ૫ દેશોને જે પેટ્રોલ-ડીઝલ નથી વાપરતા !!

12 September 2018 10:58 PM
Rajkot World
  • જાણો વિશ્વના ૫ દેશોને જે પેટ્રોલ-ડીઝલ નથી વાપરતા !!

એવા દેશ પણ છે જેમણે પર્યાવરણ બચાવવા માટે અને દેશના લોકોને સસ્તુ ઈંધણ આપવા માટે પેટ્રોલ-ડિઝલથી મુક્તી મેળવી લીધી છે.

Advertisement

એવા દેશ પણ છે જેમણે પર્યાવરણ બચાવવા માટે અને દેશના લોકોને સસ્તુ ઈંધણ આપવા માટે
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, અને દરેક જગ્યાએ તેના વિકલ્પની શોધ થઈ રહી છે. શું તમે ડિઝલ-પેટ્રોલ વગરના ગામ-શહેરની કલ્પના કરી શકો છો? કદાચ ખુબ મુશ્કેલ હશે, પરંતુ કેટલાક એવા દેશ પણ છે જેમણે પર્યાવરણ બચાવવા માટે અને દેશના લોકોને સસ્તુ ઈંધણ આપવા માટે પેટ્રોલ-ડિઝલથી મુક્તી મેળવી લીધી છે.

આજે દુનિયાના આ દેશ જે પર્યાવરણને લઈ ચિંતિત છે, વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતને ઝડપી ગળે લગાવી રહ્યા છે. આ દેશ હવે ભવિષ્યમાં પેટ્રોલિયમ અને ખરાબ ઉર્જાથી મુક્ત થવાનો માર્ગ પ્રશસ્ત કરવામાં લાગેલા છે. પેટ્રોલ ડિઝલને લઈ શક્તિશાળી કોર્પોરેટ અભિયાનો છતાં કેટલાક દેશ લોકોને રિન્યૂએબલ ઉર્જાથી વૈશ્વિક ઉદ્યોગની જરૂરિયાત પૂરી કરવાના વૈકલ્પિક રૂપથી લોકોને મનાવી શક્યા છે.

આજે જાણીએ એવા પાંચ દેશ છે જે પેટ્રોલ ડિઝલનો ઉપયોગ છોડી બહુ આગળ નીકળી ચુક્યા છે.

1 - કોસ્ટા રિકા

2015ની શરૂઆતથી જ, કોસ્ટા રિકા 100 ટકા ગ્રીન થયું છે. વ્યાપક બદલાવથી કોસ્ટા રિકાના લોકો માત્ર પોતાના પ્રાકૃતિક સંશાધનોને તો બચાવશે, પરંતુ એ સુનિશ્તિત કરશે કે, દેશ પોતાની પારિસ્થિતિક પર્યટન ઉદ્યોગથી લાભાન્વિત રહેશે. અવિશ્વસનિય રૂપથી આ નાના દેશમાં લેટિન અમેરિકામાં બીજો સૌથી સારો ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયો છે. તો પણ, તેણે પોતાની તમામ તાકાત એક જ જગ્યા પર નથી લગાવી. કોસ્ટા રિકા ભૂ-તાપીય સ્ત્રોત, હવા, બાયોમાસ અને સૌર ઉર્જા ઉત્પાદનોથી વિજળી પણ ઉત્પન્ન કરી રહ્યો છે.

2 - ડેનમાર્ક
ડેનમાર્ક પવનચક્કિઓના મામલામાં દુનિયાભરમાં વધારે જાણકારી રાખે છે અને તેનો ઉપયોગ 1970થી જ કરી રહ્યું છે. પવનચક્કી એટલે કે વિંડમિલથી જ ડેનમાર્કે પોતાના ગ્રામિણ વિસ્તારોને એટલા સમૃદ્ધ બનાવ્યા છે. ડેનમાર્ક હવે પવન ઉર્જા માટે દુનિયાનો અગ્રણી દેશ છે. વર્ષ 2014માં ડેનમાર્કે વિંડમીલ ઉત્પાદન માટે એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. એકલા આ ઉર્જા સ્ત્રોતથી દેશ હવે વિજળીનો 40 ટકા આનંદ લઈ રહ્યો છે. હજુ આ દેશ અડધાથી સંતુષ્ટ નથી, ડેનમાર્ક 2050 સુધીમાં 100 ટકા રિન્યુએબલ એનર્જી પર નિર્ભર થવાની આશા રાખી રહ્યો છે.

3 - સ્કોટલેન્ડ
2014 સ્કોટલેન્ડ માટે અને નવીનીકરણ માટે એક બહુ જ સારૂ વર્ષ હતું. ડિસેમ્બર 2014ના એક મહિનામાં, સ્કોટલેન્ડે અ7ય ઉર્જામાં વ્યક્તિગત રેકોર્ડ સ્થાપિત કર્યો. એકલા પવન ઉર્જાનો ઉપયોગ કરી, સ્કોટલેન્ડે પોતાના વધતા રાષ્ટ્રીય ગ્રીડમાં લગભગ 1300 મેગાવોટ પ્રદાન કર્યું. લગબગ 4 મિલિયન ઘરોની વિજળી આપૂર્તી કરવા માટે પર્યાપ્ત ઉર્જા છે. સ્કોટલેન્ડ હવે દેશની ઘરેલુ જરૂરિયાતના લગભગ 100 ટકા ઉત્પાદન અને આપૂર્તી માટે પવન ઉર્જાનો ઉપયોગ કરી રહ્યો છે.

4 - સ્વીડન
સ્વીડન પોતાના નોર્ડિક પાડોસી, ડેનમાર્કના જ રસ્તામાં સામેલ થઈ રહ્યો છે. એક સિમિત કોયલા દ્રષ્ટીકોણ એટલે કે કોલસાનો ઓછામાં ઓછો ઉપયોગ કરી સ્વીડન માત્ર પોતાના ગ્રીન કવરને તો વધારી રહ્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી પણ હવે સ્વીડનની શાનમાં વખાણ કરી રહ્યું છે.

5 - ફિનલેન્ડ
એવું લાગે છે કે, ફિનલેન્ડ પોતાના પાડોસીઓ કરતા બિલકુલ પાછળ નથી રહેવા માંગતો. પવન ઉર્જા ઝડપીથી દેશની ઉર્જા આવશ્યકતાઓને બદલી રહી છે. આ હાલના પગલાઓથી જીવાશ્યમ ઈંધણના સળગવાના કારણે દેશના ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને નાટકિય રૂપથી ઓછું કરી દીધુ છે.


Advertisement