હવે નાના પરદે અમિતાભ અને સલમાનના શોની ટકકર

12 September 2018 04:18 PM
Entertainment
  • હવે નાના પરદે અમિતાભ અને સલમાનના શોની ટકકર

કૌન બનેગાની સામે બીગ બોસ આવશે

Advertisement

મુંબઈ: નાના પરદે સાથે સાથે અભિનય કરતા બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને સલમાનખાન હવે નાના પરદે ટકરાશે. બીગ બીનો કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમ ચાલી જ રહ્યો છે અને હવે તા.16થી સલમાનખાનનો બીગ બોસ શો શરૂ થનાર છે. જેનો સમય અગાઉ 10.30 હતો તે આગળ લાવીને નવ વાગ્યાનો પ્રાઈમ ટાઈમ ઝોનમાં રજુ કરવા તૈયારી છે જેથી હવે કેબીસી 9 વાગ્યે સોની પર અને કલર્સ પર 9 વાગ્યે બીગ બોસ રજૂ થશે. બન્ને કલાકારો તગડી ફી સાથે આ શો કરે છે. બીગ બી આ શોના 60 એપીસોડ કરશે. જેના કુલ 300 કરોડ વસુલશે અને સલમાનખાન બીગ સીઝનના રૂા.326 કરોડ મેળવે છે. તેથી બન્નેની ટકકર થશે. જયારે કૌન બનેગા સોમથી શુક્ર આવે છે અને તેમાં બીગ-બી દેખાય છે પણ બીગ-બોસમાં સલમાનખાન શનિ-રવિ જ આવે છે તેથી બન્ને વચ્ચે ઓન સ્ક્રીન ટકકર નહી થાય.


Advertisement