અંધાધુનના પાત્ર માટે ત્રણ મહિના સુધી બ્લાઈન્ડ સ્કૂૂલની મુલાકાત લીધી હતી આયુષ્માન ખુરાનાએ

12 September 2018 01:53 PM
Entertainment
  • અંધાધુનના પાત્ર માટે ત્રણ મહિના સુધી બ્લાઈન્ડ સ્કૂૂલની મુલાકાત લીધી હતી આયુષ્માન ખુરાનાએ

Advertisement

આયુષ્માન ખુરાનાએ તેની ફિલ્મ ‘અંધાધુન’ માટે તેણે બ્લાઈન્ડ સ્કૂલમાં ત્રણ મહિના માટે ટ્રેઈનિંગ લીધી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબુ અને રાધિકા આપ્ટે પણ છે. આયુષ્માન જોઈ નહિં શકતા પિયાનો-પ્લેયરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પાત્ર વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારે સ્ક્રીન પર એકદમ વાસ્તવિક પાત્ર ભજવવું હતું. જોઇ નહિં શકતી વ્યકિતનું પાત્ર ભજવવું ખુબ જ ચેલેન્જિંગ છે. મેં આ પાત્રને ખૂબ જ ગંભીરતાથી ભજવ્યું છે. મારા ડિરેકટરે મારી એક્ટિંગ સ્કિલમાં જે વિશ્ર્વાસ રાખ્યો હતો એને હું તોડવા નહોતો માગતો. હું આ માટે ત્રણ મહિના સુધી રોજ બ્લાઈન્ડ સ્કૂલમાં ગયો હતો. જેથી હું બોડી-લેન્ગ્વેજ અને તેમના રીએકશન વિશે જાણી શકું. ફિલ્મના ટ્રેલરને આજે જે પ્રતિભાવ મળી રહ્યો છે એનાથી લાગે છે કે મારી મહેનત રંગ લાવી.’


Advertisement