પેટ્રોલ-ડીઝલ ખરીદો બાઈક ફ્રી: મધ્યપ્રદેશમાં ઓફર

11 September 2018 06:36 PM
India
  • પેટ્રોલ-ડીઝલ ખરીદો બાઈક ફ્રી: મધ્યપ્રદેશમાં ઓફર

Advertisement

ભોપાલ તા.11
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામે જબરો આક્રોશ છે અને પેટ્રોલપંપ માલિકો પણ તેમનું વેચાણ ઘટી રહ્યું હોવાનો અફસોસ કરે છે ત્યારે હવે તેઓએ પેટ્રોલપંપમાં ગ્રાહકો આવે તે માટે ઈનામી યોજના જાહેર કરી છે. મધ્યપ્રદેશના પંપ ડીલર્સોએ પેટ્રોલ અથવા ડીઝલ ખરીદનારા માટે ઓટોમેટીક વોશીંગ મશીન, એરક્ધડીશન, લેપટોપ અને બાઈક સુધીના ઈનામી યોજવાની જાહેરાત કરી છે. તેઓ કહે છે કે ગ્રાહકોને આકર્ષવા માટે આ જરૂરી છે. એટલું જ નહી હાઈવે પરના પેટ્રોલપંપમાં જે ટ્રક ડ્રાઈવર 100 લીટર પેટ્રોલ પુરાવે તેને ચા નાસ્તો મફત આપવામાં આવે છે. કેટલાક પેટ્રોલ માલીકો 5000 લીટર પેટ્રોલ એક માસમાં પુરાવનારને સાઈકલ કે કાંડા ઘડીયાળ આપે છે. 15000 લીટર પુરાવનાર માટે સોફાસેટ અથવા 100 ગ્રામ ચાંદી 25000 લીટર ડીઝલ પુરાવનારને ઓટોમેટીક વોશીંગ મશીન, 50000 લીટર પુરાવનારને એસી અથવા લેપટોપ અને 1 લાખ લીટર ડીઝલ પુરાવનારને સ્કુટર અથવા બાઈસીકલની ભેટ આપશે. આ યોજનાનો હેતુ ગ્રાહકોને જાળવી રાખવાનો અને તેમના પેટ્રોલપંપને ધમધમતા રાખવાનો છે.


Advertisement